July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્‍પિટલમાં અંગદાન દાતા પરિવારના સભ્‍યોનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: હરિયા એલ.જી. રોટરી હોસ્‍પિટલ દ્વારા અંગ દાતા પરિવારના સભ્‍યોનું સન્‍માન કર્યું હતું. હરિયા એલજી રોટરી હોસ્‍પિટલના કેમ્‍પસ ખાતે અંગ દાતાઓના ખરેખર પ્રેરણાદાયી પરિવારના સભ્‍યોનું સન્‍માન કરવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ભારત અને રાજ્‍ય અંગ અને ટીશ્‍યુ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ઓર્ગેનાઈઝેશન, ગુજરાત સરકાર હરિયા એલજી રોટરી હોસ્‍પિટલને નેશનલ ઓર્ગન એન્‍ડ ટીશ્‍યુ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ઓર્ગેનાઈઝેશન, સરકાર દ્વારા માન્‍ય વલસાડ જિલ્લા (દક્ષિણ ગુજરાત)માં ઓર્ગન રીટ્રીવલ સેન્‍ટર તરીકે ઓળખવામાં આવે છે.
અંગદાન એ અમૂલ્‍ય ભેટોમાંની એક છે જેને વ્‍યક્‍તિ આપવાનું વિચારી શકે છે. ‘‘એક અંગ આઠ લોકોને બચાવી શકે છે. અંગ દાન એ દરેક વ્‍યક્‍તિ માટે મૃત્‍યુ પછી પણ જીવવાનીઅદ્ભુત તક છે. છેલ્લા એક વર્ષથી હોસ્‍પિટલમાં કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ વિભાગ કાર્યરત છે.
ચીફ ફિઝિશિયલ અને મેડિકલ ડિરેક્‍ટર ડો.એસ.એસ. સિંહએ જણાવ્‍યું (‘‘સ્‍વ.શ્રી રમેશભાઈ મીઠુભાઈ મીતિયા, સ્‍વ.શ્રી મુરલી નાયર, સ્‍વ.શ્રી યશ ઝવેરીલાલ વર્મા, અને સ્‍વ.શ્રી મહેન્‍દ્રસિંહ છાબરા) કે જેઓએ અંગોનું દાન આપ્‍યું છે એવા પરિવારના સભ્‍યોની લાગણી અવર્ણનીય છે. આવા નિરાશાના સમયમાં અંગ દાન કરવાનો અને બીજાના કલ્‍યાણ માટે વિચારવું એ પ્રશંસનીય નિર્ણય છે. હોસ્‍પિટલમાં ઓપીડીમાં દરરોજ કિડની ફેલ્‍યરના બે નવા કેસો આવે છે. વલસાડ જિલ્લામાં આશરે 500 દર્દીઓનું ડાયાલિસિસ કરાવી રહ્યા છે, અને આ તમામ દર્દીઓને કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટની જરૂર છે. આ પ્રસંગે કેટલાક પેશન્‍ટસ (શ્રીમતી હીના એસ શાહ, ડો.ડી.બી. પટેલ, શ્રી વિનીશ મારુ અને શ્રી રૂચિર ત્રિવેદી). અંગ પ્રાપ્તિકર્તાઓએ પણ તેમના અનુભવ જણાવ્‍યા હતા.
આરટીએન રોટરી ક્‍લબ ઓફ વાપીના પ્રમુખ શ્રી હેમાંગ નાયકે જણાવ્‍યું હતું કે, ‘‘આવા ઉમદા અને જીવન બચાવ કાર્યનો ભાગ બનવું એ સન્‍માનની વાત છે.
આ પ્રસંગે હોસ્‍પિટલના ટ્રસ્‍ટીઓ, વાપીના રોટરીયન ડોક્‍ટરો અને સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ કોર્ટ નજીક નવનિર્મિત બ્રિજ પર ડમ્‍પર પલ્‍ટી ગયું

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

ચીખલીના ઘેકટીમાં જીઆઈડીસી વિસ્‍તારમાંથી છોડાતા કેમિકલવાળા ગંદા પાણીથી ખેતીવાડી અને જીવ સૃષ્‍ટિ માટે ખતરો!

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશમાં દુકાનો અને ઘરના ડીમોલીશન કરવા પહેલા સમય આપવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે યુવાનોએ એક યુવકનું ગળુ દબાવી હત્‍યા કરતા ચકચારઃ બંને યુવાનોની ધરપકડ

vartmanpravah

Leave a Comment