Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિને સન્‍માન કરી પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાનો પ્રાથિમક કક્ષાનો કલા ઉત્‍સવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો હતો.
કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિ જેમાં સમગ્ર જિલ્લાની શાળાઓના જિલ્લામાં પ્રથમ સ્‍થાન મેળવતા કપરાડા સી.આર.સી. હરીશભાઈ પટેલ કપરાડા શૈક્ષિક સંઘ પ્રમુખ રામુભાઈ પટેલ અને શાળાના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા પ્રમાણપત્રો આપી પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યું હતું.
કપરાડાના ગવાંટકા ફળિયામાં 3000 ની આસપાસ વસ્‍તી વારલી સમાજના આદિવાસી સમાજ રહે છે. જ્‍યાં આજે પણ મોબાઈલ નેટવર્ક નથી. આદિવાસી બાળકોમાં અનેક સુશુપ્ત શક્‍તિઓ અંદર રહેલી હોય છે. પરંતુ સુવિધાઓ ઉપલબ્‍ધ નથી. આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાનો પ્રાથિમક કક્ષાનો કલા ઉત્‍સવ, સંગીત ગાયન સ્‍પર્ધામાં કપરાડા તાલુકા કપરાડાની ગવાંટકા પ્રાથિમક શાળામાં વિદ્યાર્થિની જાંજર પ્રગતિબેન શ્રીરામભાઈએ ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્‍થાન મેળવી ગામ તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવારે તેણીની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી ભવિષ્‍યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી સાથે તમામ પ્રકારની મદદરૂપ થવા માટે જણાવ્‍યુંછે.

Related posts

આજે દાનહ બેઠક ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર હજારો કાર્યકર્તા અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

vartmanpravah

ચીખલી તાલુકાના બામણવાડા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત બે તૃતિયાંશ બહુમતીથી પસાર થતાં સ્‍થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ચીખલીમાં બે કલાકમાં ખાબકેલો પાંચ ઈંચ વરસાદઃ તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળ્‍યા

vartmanpravah

Leave a Comment