20 કિલોના 1176 થી 1751 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં
આનંદની લાગણી છવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ચીખલીની ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં ચેરમેન પરિમલભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન જે.ડી.પટેલ, પૂર્વ ચેરમેન કિશોરભાઈ, ડિરેકટર ધર્મેશભાઈ, અજયભાઈ દેસાઈ, સેક્રેટરી ઊર્મિલભાઈ ઉપરાંત મકસુંદભાઈ લાકડાવાલા સહિતના કર્મચારીઓ તથા અંકિત પટેલ, નરેન્દ્રભાઈ (મામા) ગુરમીતસિંધ, અમિતભાઈ, ભરતભાઈ સહિતનાવેપારીઓ ખેડૂતોની ઉપસ્થિતિમાં વર્ષોથી પરંપરા મુજબ લાભ પાંચમના પવિત્ર દિવસથી ચીકુની હરાજી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં હરજીના પ્રથમ દિવસે પ્રથમ ક્વોલિટીના પ્રતિ વિસ કિલોગ્રામ ચીકુનો 1176 થી 1751 જેટલો ભાવ તેમજ બીજા નંબરની ગુણવત્તામાં રૂપિયા 200 થી 601 જેટલો ભાવ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
ચીખલી એપીએમસીમાં પાર દર્શક વહીવટ ને પગલે ગણદેવી, વાંસદા તાલુકાના તથા વલસાડ જિલ્લાના ખડુતો મોટી સંખ્યામાં ચીકુની હરાજી માટે આવતા હોય છે. એપીએમસીમાં ગતવર્ષ 34020 કવીન્ટલ સાથે ચીકુનો 9.20 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર થયું હતું. ચીખલી એપીએમસીમાંથી વેપારીઓ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં નિકાસ કરતા હોય છે.
ચીકુની હરાજી દરમ્યાન ચેરમેન પરિમલભાઈ દેસાઈએ સમગ્ર સિઝન દરમ્યાન ખેડૂતોને સારો ભાવ મળવાનો આશાવાદ વ્યક્ત કરી ચીકુ સહિતના પાકોના નાણાં રોકડા જ લઈ જવા માટે ખેડૂતોએ અનુરોધ કરી ઉધારના કિસ્સામાં એપીએમસીની કોઈ જવાબદારી રહશે નહિ તેમ ઉમેર્યું હતું. હરજીના પ્રથમ દિવસે એપીએમસીમાં મોટા પ્રમાણમાં ચીકુની આવક થવા પામી હતી.