September 26, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરી

તમાકુ કોથળા પાવડર મશીન મળી 49 લાખનો મુદ્દામાલ જપ્ત : ગોડાઉન ભાડે રખાયું હતું

(વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો)
વાપી, તા.28: ભરૂચ, વડોદરામાં વિપુલ પ્રમાણમાં ઝડપાયેલ એમ.ડી. ડ્રગ બાદ ગુજરાત ભરની પોલીસ એલર્ટ મોડ પર છે. વલસાડ પોલીસ બંધ કંપનીઓ અને ગોડાઉનમાં ચેકીંગ કરી રહી છે. આ અભિયાન અંતર્ગત વાપી જીઆઈડીસી પોલીસે જીઆઈડીસી સેકન્‍ડ ફેઈઝ સ્‍થિત એક બંધ ગોડાઉનમાં તપાસ કરતા ગેરકાયદેસર તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ હતી.
જીઆઈડીસી પોલીસ પી.આઈ. વી.જી. ભરવાડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.જે. પટેલે ટીમ સાથે સેકન્‍ડ ફેઝ પ્‍લોટ નં.245 માં કાર્યરત એકતા એન્‍ટરપ્રાઈઝનું ગોડાઉન તપાસ્‍યુ હતું. તાળા મારેલ હોવાથી માલિક એમ.ટી. વધાસ રહે.ગોકુલ વિહારની સ્‍થળ પુછપરછ કરતા ગોડાઉન 2 વર્ષથી ગુલાબસીંગ રાજાવત રહે.રાજસ્‍થાનને ભાડે આપેલ છે. તેવી વિગતો બહાર આવી હતી. પોલીસે ગુલાબસીંગનો મોબાઈલ સંપર્ક કરતા ફોન સ્‍વીચ ઓફ આવતો હતો. પોલીસે ગોડાઉનના તાળા તોડી તપાસ કરી તો એલ્‍યુમિનિયમના તપેલા, જાળી, ઈલે. ગ્રાઈન્‍ડર મશીન, વજન કાંટા, તમાકુ પાવડર વિગેરે મળી આવેલ 49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શંકાસ્‍પદ લાગતા મુદ્દામાલથી પોલીસે અનુમાન કર્યુ છે કે અહીં ગેરકાયદે તમાકુ પેકીંગની કામગીરી ચાલતી હતી. મુખ્‍ય આરોપીની તપાસ ચાલુ છે.

Related posts

‘દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસ’ની જિલ્લા સ્‍તરીય ઉજવણી પ્રશાસકશ્રીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારની દરેક યોજનાઓ પુરી પારદર્શકતા સાથે કાર્યાન્‍વિતઃ કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રા

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ યુથ ફેસ્‍ટીવલમાં એથલેટીક્‍સ મીટમાં નવા રેકોર્ડ સાથે ઝળકી

vartmanpravah

દમણમાં શુક્રવારથી ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો થનારો પ્રારંભ : ઉત્તર ભારતીયોમાં થનગનાટ: 27મી માર્ચે યોજાનારી ફાઈનલ મેચ

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

vartmanpravah

દાનહના અથાલમાં નિર્માણાધીન બિલ્‍ડિંગમાં કામ કરતા સમયે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

Leave a Comment