October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે આઈકોનિક વીકની ઉજવણી સંપન્ન

 

  • ભારતની વસ્તી પ્રમાણે વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા પરમાણુ ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશેઃ વૈજ્ઞાનિક અધિકારી

  • વિવિધ સ્પર્ધામાં કુલ 638 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, 49 વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર-ઈનામથી નવાજ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 29:
 જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ન્યુક્લિયર પાવર કાર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL)ના ઉપક્રમે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE), ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 22.08.2022 થી 28.08.2022 સુધી આઈકોનીક વીકની ઉજવણી કરવામાં આવી હતી. અંતિમ દિવસે તા. 28 ઓગસ્ટના રોજ ન્યુક્લિયર પાવર કાર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ કાકરાપારના વૈજ્ઞાનિક અધિકારીશ્રી આર. બી. પાટીલનું “ભારતીય પરમાણુ ઉર્જા કાર્યક્રમ અને પરમાણુ ઊર્જાના ઉત્પાદનની પ્રક્રિયા” વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન યોજાયું હતું.

વૈજ્ઞાનિક અધિકારી આર.બી.પાટીલે જણાવ્યું કે, ફ્રાંસમાં 78% વીજળી પરમાણુ ઉર્જા દ્વારા મેળવવામાં આવે છે. ભારતમાં 3.7% વીજળી પરમાણુ ઉર્જા દ્વારા પ્રાપ્ત થાય છે. પૃથ્વીમાં 30 થી 50 વર્ષ ચાલે એટલુ જ તેલ, કોલસો ઉપલબ્ધ છે ત્યારે કોઈપણ એક ઉર્જા સ્ત્રોત દ્વારા વીજળીની સમસ્યાનું સમાધાન મળશે નહીં. હાલમાં કોલસો ભારતમાં વીજળી ઉત્પન્ન કરવા માટે મોટો ફાળો આપે છે તેનાથી વાયુ પ્રદૂષણ ફેલાય છે. ભારતની વસ્તી પ્રમાણે વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા આગામી સમયમાં પરમાણુ ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સામાન્ય રીતે યુરેનિયમ જેવા ભારે પરમાણુ પર ન્યૂટ્રોનનો મારો ચલાવીને પરમાણુ વિખંડનની પ્રક્રિયા દ્વારા ખુબ જ વિશાળ માત્રામાં (200 MeV) ઉર્જા પેદા થાય છે. એક કિલો કોલસામાંથી 3 kwh પ્રાપ્ત થાય છે જ્યારે 1 કિલો યુરેનિયમમાંથી 50000 kwh ઉર્જા મળે છે. જે પર્યાવરણને કોઈપણ જાતનું નુકશાન થતું નથી. કાર્યક્રમની શરૂઆત વૃક્ષારોપણ કરી કરવામાં આવી હતી.
તા.27.08.2022 ના રોજ પરમાણુ ઉર્જા પર પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની કાર્યપદ્ધતિ અને તેની ઉપયોગિતા વિષે સમજ આપી જણાવ્યું કે, વિશ્વને સૌ પ્રથમ ઋષિ કણાદે પરમાણુનો ખ્યાલ આપ્યો હતો. તેઓ “પરમાણુ સિદ્ધાંતના જનક” તરીકે આદરવામાં આવે છે. ડો. હોમી જહાંગીર ભાભા જે ભારતના “પરમાણુ કાર્યક્રમના પિતા” ગણાય છે.
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સપ્તાહની ઉજવણી દરમ્યાન નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્રકામ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા જેવી સ્પર્ધામાં કુલ 638 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પરમાણુ ઉર્જાનું મહત્વ સમજયા હતા.
સમાપન કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અધિકારી શ્રી આર બી પાટીલ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ અને ડો. ઇન્દ્ર વત્સ, ક્યુરેટર ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુરના હસ્તે 49 સ્પર્ધકોને પ્રમાણપત્ર અને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વિજ્ઞાન અધિકારીશ્રી અશોક જેઠેના માર્ગદર્શનમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરની સમગ્ર ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

Related posts

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ યુથ ફેસ્‍ટીવલમાં એથલેટીક્‍સ મીટમાં નવા રેકોર્ડ સાથે ઝળકી

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

કપરાડામાં તાલુકા મથકે જય જલારામ એચપી ગેસ એજન્‍સીનું લોકાર્પણ થતા પ્રજામાં છવાયેલી ખુશી

vartmanpravah

યુઆઈએ દ્વારા આયોજિત એક્ષ્પોએ જમાવેલું આકર્ષણ

vartmanpravah

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

Leave a Comment