Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ તા.30: દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ભાદરવા સુદ ત્રીજને દિવસે મહાદેવના સાનિધ્‍યમાં સવારે 9 કલાકે શ્રી ગંગાધરભાઈ ભટ્ટ દ્વારા પૂજાકરવામાં આવી હતી. કુમારિકાઓ દ્વારા કેવડાત્રીજ વ્રત નિમિત્તે શંકર ભગવાનની શિવલિંગ પ્રતિમા બજોઠ ઉપર પોતાના હાથે બનાવવામાં આવે છે અને ભૂદેવ દ્વારા સોડષો પ્રકારની પૂજા કરી અને આજના દિવસે સ્‍થાપિત કરવામાં આવે છે. ત્‍યારબાદ આરતી પ્રસાદ ધરવામાં આવે છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે અને સવારે સમુદ્ર દેવમાં વિસર્જિત કરવામાં આવે છે અને કેવડાત્રીજ નિમિત્તે કુમારકાઓની મનોકામના પૂર્ણ કરવા માટે શંકર ભગવાનને કેવડાના પાન અને ફૂલ ચઢાવી ભગવાનને અર્પણ કરી અને મનોકામના પૂર્ણ થાય તે હેતુ આ વ્રત પૂજા કરવામાં આવે છે અને સાંજે 5/કલાકે બહેનો દ્વારા મંદિરમાં ભજન કીર્તન કર્યા બાદ સાંજે 7/કલાકે હાટકેશ્વર મહાદેવજીને દીપમાળા તથા કેવડાથી સુશોભિત શણગાર પછી ફરારનો મહાભોગ પ્રસાદ ધરવામાં આવ્‍યો અને 7/કલાકે આરતી ઉતાર્યા બાદ મંત્ર પુષ્‍પાંજલિમાં કેવડો અર્પણ કરવામાં આવ્‍યો અને ધુન કીર્તન મહાદેવને પ્રસન્ન કરવામાં આવ્‍યા તેમજ 8/કલાકે સૌ ભક્‍તોએ ફરારની પ્રસાદી લીધી. આ સમગ્રનું આયોજન મંદિર સંચાલક પ્રભુભાઈ દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવેલી હતી.

Related posts

દમણની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામનું ગૌરવ

vartmanpravah

વાપી નવા રેલવે પુલના મુખ્‍ય બિમ્‍બમાં કોટિંગ વગરના સળીયા વાપરવામાં આવ્‍યા

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

વલસાડ ફલેટમાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી 

vartmanpravah

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના હસ્‍તે ‘3ડી ઓપન લોન ટેનિસ ટૂર્નામેન્‍ટ’નું ઉદ્દઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment