(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: રમત ગમત અને સાંસ્કળતિક પ્રવૃત્તિ વર્તુળ વિભાગ ગાંધીનગર પ્રેરિત અને વલસાડ જિલ્લા રમતગમત કચેરી આયોજિત વાપી તાલુકા કક્ષાનો કલા મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિવિધ કળતિમાં ભાગ લીધો હતો જે પૈકી 9કળતિમાં પ્રથમક્રમ સહીત 17 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કરી તાલુકામાં ડંકો વગાડ્યો છે.
વાપી તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના પ્રથમક્રમે વિજેતા બનેલામાં સ્પર્ધકોમાં કરીના લક્ષ્મણ યાદવ નિબંધમાં, વિધિ જીગ્નેશભાઈ સંચનીયા એકપાત્રીય અભિનયમાં, શેતલ ભરતભાઈ દેસાઈ એકપાત્રીય અભિનયમાં, નિશાંત પંકજભાઈ માલવી તબલા વાદનમાં, નિશાંત પ્રવિણભાઈ પ્રજાપતિ હાર્મોનિયમ વાદનમાં, સાઈશુભમ બિસ્વાલ સુગમસંગીત, લીઝા સંજયકુમાર બુટાણી અને તેનું વૃંદ સમૂહગીતમાં, ક્રિષા એન. રાજપૂત અને તેનું વૃંદ ગરબામાં, દિવ્યા વાઘમશી અને તેનું વૃંદ લગ્નગીતનો સમાવેશ થાય છે.
બીજાક્રમે વિજેતામાં સમ, સમીક્ષા રાજેશભાઈ ઉપાધ્યાય નિબંધ, જ્યોતિબેન યુ. પંડયા એક પાત્રીય અભિનયમાં, કીર્તન જયંતિલાલ નાકરાણી સુગમ સંગીતમાંનો સમાવેશ થાય છે.
ત્રીજાક્રમે વિજેતામાં અર્પિત સર્વેશ વિશ્નોઈ ચિત્રકલા, ચિરાગ વીરેન્દ્ર શર્મા નિબંધ, જીનલ ભાવેશ વણઝારા વક્તૃત્વ, આસ્થા સંતોષરામ જોશી એકપાત્રીય અભિનયમાં અને અક્ષત સુનીલ જૈન એક પાત્રીય અભિનય નો સમાવેશ થાય છે.
આ સિદ્ધિ બદલ તમામ વિજેતાઓને શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી, પૂજ્ય રામ સ્વામીજી,સંસ્થાના ટ્રસ્ટી બાબુભાઈ સોડવડીયા તથા કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે, આચાર્ય ચંદ્રવદન પટેલ, આચાર્ય શ્રીમતી મિનલ દેસાઈ, આચાર્ય આશા દામા, આચાર્ય રીનાબેન દેસાઈ, આચાર્ય દક્ષાબેન પટેલ, આચાર્ય નીતુ સિંગ અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.