October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

…અને દાનહના ડુંગરાળ તથા અંતરિયાળ જંગલ વિસ્‍તાર રાંધાની કન્‍યાઓ ઈન્‍ટરનેટ સાથે જોડાઈ ડિજિટલ ઈન્‍ડિયાનો હિસ્‍સો બની

  • મોદી સરકારની સંવેદનશીલતા અને વચન પુરા કરવા માટેની પ્રતિબધ્‍ધતાનું દાનહમાં પણ જોવા મળેલું દૃષ્‍ટાંત

  • ભારત સરકારના રેલવે અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દાનહ લોકસભાની પેટા ચૂંટણી સમયે રાંધાના વનવાસી કલ્‍યાણ આશ્રમની મુલાકાત સમયે હોસ્‍ટેલની કન્‍યાઓને ઈન્‍ટરનેટ કનેક્‍ટિવીટી પુરી પાડવા આપેલું વચન યથાર્થ પૂર્ણ કર્યું

  • સંઘપ્રદેશ ભાજપના પ્રભારી અને ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી વિજ્‍યા રહાટકરે રેલવે અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્‍ણવને પાઠવેલા અભિનંદન અને માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.30: દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર કેટલી સંવેદનશીલ અને આપેલા વચનો પુરા કરવામાં કેટલી પ્રતિબધ્‍ધ છે તેનું સાક્ષાત દૃષ્‍ટાંત ફરી એકવાર દાદરા નગર હવેલી ખાતે જોવા મળ્‍યું હતું.
ગત તા.4થી ઓક્‍ટોબર, 2021ના રોજ ભારત સરકારના રેલ અને સંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીના પ્રચારમાંથી સમય કાઢી રાંધા ખાતે આવેલ વનવાસી કલ્‍યાણ આશ્રમની કન્‍યા હોસ્‍ટેલની મુલાકાત લીધી હતી. તે વખતે હોસ્‍ટેલની કન્‍યાઓએ કેન્‍દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ સમક્ષ ઈન્‍ટરનેટ કનેક્‍ટિવીટી આ વિસ્‍તારમાં નહીં હોવાની માહિતી આપી હતી. જેના કારણે પૈદા થતી સમસ્‍યાથી પણ મંત્રીશ્રીને અવગત કરાયા હતા.
રાંધા વિસ્‍તાર દાદરા નગર હવેલીનો એક મોટો ડુંગરાળ અને અંતરિયાળ આદિવાસી વિસ્‍તાર છે. અહીં ઈન્‍ટરનેટ કનેક્‍ટિવીટી નહીં હતી અને કનેક્‍ટિવીટી શરૂ કરવી પણ ખુબ જ મુશ્‍કેલ હતી. પરંતુ કેન્‍દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવના નેતૃત્‍વમાં બીએસએનએલની ટીમે આપેલા વચનને પૂર્ણ કરવા પોતાની તમામ શક્‍તિ કામે લગાવી અસંભવ ગણાતા કામને સંભવ બનાવવા સફળ રહ્યા છે અને રાંધાની કન્‍યાઓ સુધી ઈન્‍ટરનેટ કનેક્‍ટિવીટી પહોંચતા હવે તેઓ ડિજિટલ ઈન્‍ડિયાનો હિસ્‍સો પણ બની છે.
ભારત સરકારના કેન્‍દ્રીયરેલ અને સંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે એક ઊંડાણના આદિવાસી વિસ્‍તારની સમસ્‍યાને યાદ રાખી તેના ઉકેલ માટે કરેલા પ્રયાસ બદલ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રભારી અને ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી શ્રીમતી વિજ્‍યા રહાટકરે અભિનંદન પાઠવી આભાર પણ પ્રગટ કર્યો છે.

Related posts

પ્રેસની સ્‍વતંત્રતા અને વ્‍યવસાય કરવામાં સરળતાના નવા યુગનો આરંભઃ લોકસભાએ પ્રેસ એન્‍ડ રજિસ્‍ટ્રેશન ઓફ પિરિયોડિકલ્‍સ બિલ પસાર કર્યું

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીની આવનારી પેઢી ગુલામી અને મુક્‍તિના ઈતિહાસથી વંચિત રહેશે

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલય અને લાયબ્રેરીની મુલાકાત લેતા ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

પારડીના અતુલ પાર્કમાં ધોળે દિવસે આશરે રૂા.10 લાખની ચોરી: બંધ ફલેટમાંથી સોનાના ઘરેણા અને રોકડા રૂા.2 લાખ ચોરાયા

vartmanpravah

દાદરાની ફિલાટેક્ષ ઇન્‍ડિયા કંપનીમાં કામદાર કામ કરતી વેળા પડી જતાં ઘાયલ

vartmanpravah

Leave a Comment