Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

(ભાગ-9)

સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં તે વખતે પ્રમાણિક અને નિષ્‍ઠાવાન લોકોના રમેશ નેગી ‘હિરો’ બની ચુક્‍યા હતા અને ભ્રષ્‍ટાચારીઓ તેમના નામ માત્રથી ડરતા થયા હતા

દાદરા નગર હવેલીમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણની તપાસ માટે સીબીઆઈના ધાડે ધાડા ઉતરી આવ્‍યા હતા. તે વખતે સંઘપ્રદેશના પ્રશાસક તરીકેનો વધારાનો હવાલો શ્રી રમેશ નેગી પાસે હતો. સીબીઆઇની પૂછપરછ વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણની સાથે સાથે દાદરા નગર હવેલીમાં ચાલતા ખંડણી હપ્તા સહિતના ગોરખધંધા ઉપર પણ કેન્‍દ્રીત થઈ હતી. તે સમયે સાંસદ મોહનભાઈ ડેલકરના લઘુબંધુ નરેશભાઈ ડેલકરને પણ સીબીઆઇ પૂછપરછ માટે ઉઠાવી ગઈ હતી. દાદરા નગર હવેલીનો માહોલ અજંપાગ્રસ્‍ત બની ગયોહતો. સાંસદ મોહનભાઈ ડેલકરની સાથે રહેનારા લગભગ તમામ શંકાના દાયરામાં આવી રહ્યા હતા. તેથી તે સમયે જુગલભાઈ પટેલ પોતાના બોસની સાથે અડગ અને અટલ રહ્યા હતા.
વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં તે સમયના સાંસદ મોહનભાઈ ડેલકરના અનેક ગાઢ સાથીઓની ધરપકડ બાદ દાદરા નગર હવેલીનો માહોલ પણ ધીરે ધીરે ઠરીઠામ થતો ગયો હતો. ઝંડાચોક સેલવાસ ખાતે એક જાહેર મીટિંગનું આયોજન કરી તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકરે સીબીઆઇ અને કેન્‍દ્ર સરકાર તથા તે વખતના ગૃહમંત્રી શ્રી લાલકૃષ્‍ણ અડવાણીને આડે હાથ લીધા હતા. તત્‍કાલિન પ્રશાસક રમેશ નેગી માટે પણ તીખાં વચનો બોલાયા હતા.
બીજી બાજુ દમણ-દીવમાં તત્‍કાલિન પ્રશાસક શ્રી રમેશ નેગી દ્વારા ભ્રષ્‍ટાચાર વિરોધી અભિયાન ચલાવતાં જાહેર બાંધકામ વિભાગના તત્‍કાલિન કાર્યપાલક ઈજનેર હિરામઠ, એક્‍સાઈઝ વિભાગના ઉપ આયુક્‍ત પનવાર સહિત અનેક અધિકારીઓને અડફેટમાં લઈ બેંક લોકરમાં રાખેલ રૂપિયા, સોના-ચાંદીના દાગીના, ઈન્‍દિરા વિકાસ પત્ર વગેરે મળી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરવા સફળ રહ્યા હતા. આ અધિકારીઓ પૈકી કેટલાકના કેસ દરમિયાન જ મૃત્‍યુ થયા છે. તો કેટલાક હજુ ચુકાદાના ઈંતેજારમાં છે. હજુ પણ આ કેસ અનિર્ણિત હોવાની માહિતી મળી રહી છે.
શ્રી રમેશ નેગીએ શરૂ કરેલા સપાટાથીદમણ-દીવના રાજકારણમાં પણ ગરમી આવી ગઈ હતી. તે સમયના સાંસદ શ્રી દેવજીભાઈ ટંડેલનું પણ પૂર્ણ સમર્થન શ્રી રમેશ નેગીને હતું. આ સમયગાળા દરમિયાન 19મી જુલાઈ, 1999ના રોજ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે શ્રી ઓ.પી. કેલકરની વરણી થતાં તેમણે ‘‘મહેતો મારે પણ નહીં અને ભણાવે પણ નહીં”ની નીતિ અપનાવતાં સમગ્ર પ્રકરણ અને અભિયાન ધીરે ધીરે શાંત થયું હતું છતાં પ્રદેશના ચીફ વિજીલન્‍સ કમિશનર તરીકે શ્રી રમેશ નેગીએ પોતાની શક્‍તિનો ઉપયોગ ચાલુ રાખ્‍યો હતો. (ક્રમશઃ)

Related posts

ધરમપુરના આંબોસી ભવઠાણ ગામમાં સંકલ્‍પ યાત્રા આવી પહોંચતા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરાયું

vartmanpravah

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

દાનહના સામરવરણીની એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે આચરેલું દુષ્‍કર્મઃ બંને આરોપીઓની ધરપકડઃ 3 સપ્‍ટે. સુધી પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

સી.આર. પાટીલના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ : વાપી ભાજપે કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment