October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં હેડફોન લગાવી રેલવે ટ્રેક ક્રોસ કરતા વિદ્યાર્થીનું ટ્રેન અડફેટમાં મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
વર્તમાન સમયમાં વાલીઓ બાળકોની જીદ સામે ઝુકી બાઈક, મોબાઈલ જેવી સુવિધાઓ આપી દેતા હોય છે પરંતુ બાઈક અને મોબાઈલ ક્‍યારેક જીવલેણ બની જતી હોય છે. કંઈક તેવી જ કરુણ ઘટના બુધવારે સવારે વાપી જુના ગરનાળા ઉપર રેલવે ટ્રેક ઉપર ઘટી હતી. ઘરેથી ટયુશન જવા નિકળેલો વિદ્યાર્થી હેડફોન કાને લગાવી ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો ત્‍યારે ટ્રેન અડફેટે આવી જતા ઘટના સ્‍થળે જ મોતને ભેટયો હતો.
વિગત મુજબ વાપી ટાઉન દેસાઈવાડમાં નટુભાઈની ચાલીમાં રહેતો અને ગીતાનગર સરદાર પટેલ સ્‍કૂલ ધો.12માં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી વિવેક વિનયકુમાર સીંગ (ઉ.વ.17) ઘરેથી રાબેતા મુજબ સવારે 9 વાગે ટયુશને જવા નિકળ્‍યો હતો. જુના રેલ ગરનાળા ઉપર ચઢીને રેલવે લાઈન ક્રોસ કરી રહ્યો હતો ત્‍યારે એન્‍જીન આવી ગયું હતું. લોકોએ બુમો લગાવી, ટ્રેન ચાલકોએ અનેક હોર્ન માર્યા પરંતુ હેડફોન હોવાથી વિવેકે સાંભળ્‍યું નહીં અને ટ્રેનઅડફેટમાં આવી જતા મોતને ભેટયો હતો. વિવેક માટે હેડફોન કેટલો ખતરનાક સાબિત થયો, કરુણાંતિકા સર્જાઈ તેથી વાલીઓ માટે આ સબબ લેવા જેવી સુચક ઘટના વાપીમાં ઘટી હતી.

Related posts

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

vartmanpravah

મનિષ દેસાઈની જગ્‍યાએ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી બનતાં સુનિલ પાટીલ

vartmanpravah

કીકરલા નાની કોળીવાડથી ચોરાયેલો છોટા હાથી ટેમ્‍પો પારડી પોલીસ છોટા ઉદેપુરથી ટેમ્‍પો સાથે બંને આરોપીને લઈ આવી

vartmanpravah

મોટી તંબાડી ખાતે 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરી 

vartmanpravah

Leave a Comment