July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદ યોજાઈઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આપેલો જોશ

દમણના નેહરૂ યુવા કેન્‍દ્રના સમન્‍વયથી આયોજીત યુવા સંસદ સ્‍પર્ધામાં 15 થી 29 વર્ષની ઉંમરના યુવાનોએ લીધેલો ભાગ

કોચીન, તા.04
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય દ્વારા દમણના જવાહર નવોદય વિદ્યાલયમાં 24મી રાષ્‍ટ્રીય યુવા સંસદ મહોત્‍સવ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેમનું મનોબળ વધાર્યું હતું.
સંસદીય બાબતે મંત્રાલય 1997-98થી વિશ્વ વિદ્યાલયો અને કોલેજો માટે યુવા સંસદ સ્‍પર્ધાનું આયોજન કરી રહ્યું છે. યુવા સંસદ યોજનાનો ઉદ્દેશ યુવા પેઢીને સંસદ પ્રક્રિયા અને કાર્યવાહી, દલીલ અને ચર્ચાની ટેક્‍નીકોથી અવગત કરવા, તેઓમાં નેતૃત્‍વના ગુણો, પ્રભાવી ભાષણ કલાની સાથે અન્‍ય ગુણો જેમાં તમામ લોકતંત્રની વિશિષ્‍ટતાઓનો સમાવેશ કરવાનોછે.
દમણ નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠનના સમન્‍વયથી આયોજીત આ સ્‍પર્ધા 15 થી 29 વર્ષ સુધી યુવાઓને સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે ઉપસ્‍થિત તમામ વિદ્યાર્થીઓનો હોંશલો બુલંદ કર્યો હતો અને તેઓનું મનોબળ વધાર્યું હતું.

Related posts

દાદરા નગર હવેલી પોલીસે મુથ્‍થુ ગેંગના બે આરોપીને ઝડપી પાડયા

vartmanpravah

વાપી ક્રિષ્‍ણા વિહાર બિલ્‍ડીંગના પાછળના ગેટ પાસે નૂતનનગર મેઈન રોડ ઉપર આફતનો ખાડો

vartmanpravah

પારડી નગરપાલિકા ખાતે છેલ્લી સામાન્‍ય સભાનું થયું આયોજન

vartmanpravah

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

vartmanpravah

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

વાપી ગુંજન ચાર રસ્‍તા, ગીતાનગર સહિત અનેક વિસ્‍તારોમાં વરસાદી ખાડા તેમજ પાણી ભરાવાથી વણસેલી સ્‍થિતિ

vartmanpravah

Leave a Comment