September 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે બે સ્‍થળોએથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ઝડપી પાડી જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: દાદરા નગર હવેલી પોલીસને મળેલ ગુપ્ત માહિતી અનુસાર ખાનવેલ વિસ્‍તારમાં ગેરકાયદેસર દારૂનો જથ્‍થો એક બોલેરો જીપમાં ભરી જઈ રહ્યો હોવાની પીએસઆઈ સોનુ દુબે અને પીએસઆઈ જીગ્નેશ પટેલ અને એમની ટીમને મળતાં તેમણે બોલેરો જીપ નંબર ડીએન-09 આર 9620 અને ડીડી-01 સી-9312ની તલાસી લેતાં તેમાંથી પાસ પરમીટ વગરનો 187 બોક્‍સ બિયર અને વિદેશી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેની અંદાજીત કિંમત રૂા.3,99,120 અને આ જથ્‍થો બરકુ સોન ઘોડી (રહેવાસી સિંદોની) દ્વારા સાકાર વાઈન શોપ ખાનવેલ ખુમારપાડાથી ભરવામાં આવ્‍યો હતો અને બીજી ગાડી મુર્તુજા ચલાવી રહ્યો હતો. સમીર રફીક કોયલવાલા જવાહર પાલઘર જે ગાડીના માલિક પ્રવીણ રાધો ઓજારે રહેવાસી ખેડપા એમણે દારૂનો જથ્‍થો દોડીયા વાઈન શોપ એકતા કોમ્‍પ્‍લેક્‍સ ખાનવેલથી ભર્યો હોવાનું જાણવા મળ્‍યું હતું. દાનહ પોલીસેબન્ને ગાડી સાથે દારૂનો જથ્‍થો જપ્ત કરી વાહનચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે એક્‍સાઇઝ વિભાગને સોંપવામા આવ્‍યા છે.

Related posts

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

vartmanpravah

ચીખલીનાવાંકલ-મોખાથી લઈને વજીફા ગામ સુધી દીપડાના આંટાફેરા છતાં વન વિભાગ દ્વારા માત્ર ત્રણ જ નાઈટ કેમેરા લગાવાયા

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્‍બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્‍દુલ કલામ-સરકારીમાં મ્‍યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન

vartmanpravah

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

vartmanpravah

Leave a Comment