Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીનાવાંકલ-મોખાથી લઈને વજીફા ગામ સુધી દીપડાના આંટાફેરા છતાં વન વિભાગ દ્વારા માત્ર ત્રણ જ નાઈટ કેમેરા લગાવાયા

વંકાલ ગામના જ વાસણીયા ફળિયામાં પણ દીપડો નજરે પડતાં આ વિસ્‍તારમાં પણ પાંજરું ગોઠવવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: વંકાલ ગામના વજીફા ફળિયા વિસ્‍તારમાં એક સપ્તાહ પહેલા પૂર્વ સરપંચ દીપકભાઈના શેરડીના ખેતરમાં કામ કરી રહેલા શ્રમિકો સામે ધોળા દિવસે દીપડો ધસી આવ્‍યો હતો તેના બે દિવસમાં રાત્રી સમયે અંબા માતાના મંદિર પાસે રમણભાઈના કોઢારામાં વાછરડા પર હુમલો કર્યો હતો. જોકે સારવાર બાદ વાછરડાનું મોત નીપજ્‍યું હતું. ત્‍યારબાદ પણ વજીફા ફળિયામાં ખેતીવાડી વિસ્‍તારમાં દીપડો નજરે પડતાં વન વિભાગ દ્વારા રમણભાઈના ખેતર પાસે પાંજરું ગોઠવ્‍યું હતું. બાદમાં ગુરુવારના રોજ વન વિભાગ દ્વારા વજીફા ફળિયામાં ખેડૂત ભગુભાઈ અને રમણભાઈના ખેતરની હદમાં પાંજરાની આસપાસ ત્રણ જેટલા નાઈટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્‍યા છે દીપડાને પાંજરે પુરવા માટે કેમેરા દ્વારા દીપડાની ચહલ પર નજર રાખવામાં આવશે.
વજીફા ફળિયામાં દીપડાના આટા ફેરા વધી જતા સ્‍થાનિકોમાં ડરનો માહોલ છે તેવામાં કેમેરા ગોઠવવા સહિતની યુક્‍તિ દીપડાને પાંજરે પુરવામાં કેટલી સફળ રહેશે તેજોવું રહ્યું. થોડા મહિના પૂર્વે સાદકપોરમાં દીપડાના યુવતી પર હુમલાની ઘટના બાદ પાંચ પાંચ જેટલા પાંજરા અને કેમેરા ગોઠવાયા હતા. પરંતુ દીપડા કોઈ એક સ્‍થળે સ્‍થિર ન રહેતા હોય તેવામાં એક પણ દીપડો પાંજરે પુરાયો ન હતો.

Related posts

યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે: સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે સેમીનાર યોજાયો

vartmanpravah

ઉમરગામ પાલિકાના સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત આગળ વધતું સફાઈ અભિયાન

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

vartmanpravah

ચીખલી કાવેરી નદીના જુના લો – લેવલ પુલ નીચેથી અજાણ્‍યા શખ્‍સની લાશ મળી

vartmanpravah

રાજય સરકારના પોષણ અભિયાનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

vartmanpravah

Leave a Comment