Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સેલવાસ સ્‍કૂલમાં ઘૃણાસ્‍પદ ઘટેલી સામુહિક બળાત્‍કારના વિરોધમાં વલસાડ એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્‍યું

આરોપીઓને સખ્‍ત સજાની માંગણી વિદ્યાર્થીઓએ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: દાદરા નગર હવેલી સામરવરણીમાં કાર્યરત ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં સગીર વિદ્યાર્થીની ઉપર થયેલ સામુહિક જધન્‍ય ઘટનાના પ્રત્‍યાઘાતો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડયા છે. વલસાડ જિલ્લા એબીવીપી દ્વારા શનિવારે અધિક કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓ વિરૂધ્‍ધ સખ્‍ત સજાની માંગણી કરી હતી.
દાદરા નગર હવેલીના સામરવરણી ગામે આવેલી અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલના સંચાલક અને શિક્ષક માઈકલ નુન્‍સ અને ડિકોસ્‍ટા સગીર વિદ્યાર્થીની ઉપર દુષ્‍કર્મ આચરી શિક્ષણ જગતને કલંકિત કર્યાની ઘટેલી ઘટનામાં ચોમેર વિરોધ થઈ રહ્યો છે. લોકો આક્રોશ સાથે રેલી, માર્ચ કેન્‍ડલ કાઢી વિરોધ નોંધાવી રહ્યા છે. જેના પ્રત્‍યાઘાત વલસાડ જિલ્લામાં પણ પડયા છે. શનિવારે જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓ વિરૂધ્‍ધ આકરી સજા કરવાની માંગણી કરી હતી.

Related posts

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT) દમણ કેમ્‍પસ ખાતે ઓપન હાઉસ

vartmanpravah

Leave a Comment