December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મનાવેલો શિક્ષક દિવસ

‘‘હું પણ એક શિક્ષિકાની દિકરી છું” : ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે શિક્ષક દિવસ નિમિત્તે પોતાની માતાને ગર્વથી યાદ કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 05 : આજે રેડક્રોસ વિશેષ બાળકોના વિદ્યાલય સભાખંડમાં ભારત સ્‍કાઉટ ગાઈડના દિવ્‍યાંગ બાળકો સાથે સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે શિક્ષક દિવસની ઉજવણી કરી હતી.
સવારે 10 વાગ્‍યે આયોજીત કાર્યક્રમમાં પૂર્વ રાષ્‍ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણન્‌ની પ્રતિમા ઉપર સંયુક્‍ત રીતે માળા અર્પણ અને આરતી કરી તેમને યાદ કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, ‘‘હું પણ એક શિક્ષકની દિકરી છું.” મારી માતાએ પુરા સમર્પણની સાથે કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેમણે રેડક્રોસ સ્‍કૂલના દિવ્‍યાંગ બાળકોની દેખરેખ અને શિક્ષણ આપવા માટે દરેકશિક્ષકોના સમર્પણ કામોની સરાહના કરી હતી અને નમન કર્યું હતું.
પ્રારંભમાં સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લએ શિક્ષક દિવસનું મહત્‍વ સમજાવ્‍યું હતું અને તેમણે પણ જણાવ્‍યું હતું કે, તેઓ એક શિક્ષકના દિકરા છે અને તેમના પિતાને સર્વશ્રેષ્‍ઠ શિક્ષક માટે રાષ્‍ટ્રપતિ એવોર્ડથી સન્‍માનિત પણ કરાયા હતા.
આ પ્રસંગે ભારત સ્‍કાઉટ ગાઈડની હેડ ઓફિસ નવી દિલ્‍હીથી પીનબેચની ભેટ આપી વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું અને વિદ્યાલયના પ્રાચાર્ય ડો. જ્‍યોર્તિમય સૂર, ગાઈડ કેપ્‍ટન નિરાલી મિષાી અને સ્‍કાઉટ રાકેશ પટેલને તેમના ઉત્‍કૃષ્‍ટ કાર્યો માટે રાજ્‍ય મુખ્‍યાલય દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા સ્‍મૃતિ પત્ર, મેડલ અને ટોપી આપી સન્‍માનિત કરાયા હતા.
આ કાર્યક્રમનું સંચાલન જીજ્ઞાબેન રાઠોડે કર્યું હતું અને દિવ્‍યાંગ બાળકોને સાઈનિંગ શબ્‍દોમાં અનુવાદ કરી સમજાવાનું કાર્ય નિરાલી મિષાીએ સંભાળ્‍યું હતું. જેમાં પ્રસ્‍તુત ફાઉન્‍ડેશનના અધ્‍યક્ષ શ્રીમતી સ્‍તૂતિ ગર્ગ, રેન્‍જર લીડર શ્રીમતી સોનિયા સિંઘના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં રોવર શ્રી અજય હરિજનની સાથે રેડક્રોસ વિદ્યાલયના દરેક શિક્ષક ગણ અને 300 દિવ્‍યાંગ બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રિ-મોન્‍સુન કામગીરી શરૂ થવા છતાં દમણમાં આ વર્ષે પણ ચોમાસાનું પાણી લોકોની મુસીબત વધારશે

vartmanpravah

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોરલ સપોર્ટ માટે વલસાડ જિલ્લામાંથી નિકળેલા કોંગ્રેસ કાર્યકરોને બગવાડા હાઈવે-કરમબેલામાં પોલીસે અટકાવ્‍યા

vartmanpravah

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah

રવિવારે દાનહમાં 9, દમણમાં 10 અને દીવમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દમણ પોલીસે વિખુટી પડેલી ચાર વર્ષની બાળકીનો પોતાના પરિવાર સાથે કરાવેલો મેળાપ

vartmanpravah

ધરમપુર ઍચ.પી. ગેસ ઍજન્સીમાં ગેસ સિલેન્ડર નહી મળતા હોવાની રાવઃ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ કરાઈ

vartmanpravah

Leave a Comment