July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

ક્રોસ વેરિફિકેશન માટે ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર

હત્‍યાની સાથે સાથે એક નવી દિશા તરફ જઈ રહ્યો છે વૈશાલી હત્‍યા કેસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી,તા.05: તારીખ 27-8-2022 ના રોજ વલસાડ સેગવી સ્‍થિત સિંગર વૈશાલી વલસારાની તેનીજ મહિલા મિત્ર બબીતા શર્માએ પૈસાની લેણદેણમાં ભાડૂતી હત્‍યારા દ્વારા હત્‍યા કરાવી હતી. પારડી પોલીસે મુખ્‍ય આરોપી એવી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્‍ડ માંગતા કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મજૂર કર્યા હતા. આજરોજ રિમાન્‍ડ પૂર્ણ થતા ફરી એકવાર બબીતાને કોર્ટમાં રજૂ કરી ક્રોસ વેરીફીકેશન માટે એમની તપાસ હજુ બાકી હોય વધુ રિમાન્‍ડ માંગતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા છે. પારડી પોલીસની મહેનત રંગ લાવતા આ હત્‍યાનો કેસ હવે લગભગ સંપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે અને ટૂંક જ સમયમાં ભાડુતી ત્રણેય હત્‍યારાઓ પણ જેલ ના સળિયા ગણતા હશે પરંતુ ખૂબ ઝીણવટભરી તપાસ કરી રહેલ પારડી પોલીસ ને જોતા આ હત્‍યાનો કેસ ફક્‍ત હત્‍યા જ નહીં પરંતુ એક નવી જ દિશા તરફ જઈ રહ્યો છે અને આગળ જતાં આ કેસમાં હત્‍યાની સાથે સાથે કંઈક નવું જ જાણવા મળે એવું લાગી રહ્યું છે.

Related posts

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

vartmanpravah

ભારત સ્‍કાઉટ ગાઈડના રાષ્‍ટ્રીય મુખ્‍યાલય નવી દિલ્‍હીના ઉપ નિર્દેશક દર્શના પાવસકર દાનહની વિશેષ મુલાકાતે

vartmanpravah

સેલવાસના યુવાને અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી મેળવી

vartmanpravah

પારડી ખડકી હાઈવે પર સુરતથી દમણ ફરવા આવેલ સહેલાણીઓની કાર અન્‍ય કાર સાથે ભટકાઈ : બે ઘાયલ

vartmanpravah

ખેતીવાડી વિભાગના એક અધિકારીના મેળાપીપણામાં ચીખલીમાં ચોપડે ખેડૂતોના નામે ઉધારી સબસીડીયુક્‍ત યુરિયા ખાતરનું મોટાપાયે વાપી, સેલવાસ, બીલીમોરા, દમણ સહિતના ઔદ્યોગિક વિસ્‍તારમાં ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ઉઠેલી ફરિયાદ

vartmanpravah

નાની દમણ દુણેઠાની ડમ્‍પિંગ સાઈટ ઉપર કચરાના ઢગલામાં આગ લાગતાં તંત્ર હરકતમાં: આગને કાબુમાં લેવા કોશિષ જારી

vartmanpravah

Leave a Comment