ક્રોસ વેરિફિકેશન માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
હત્યાની સાથે સાથે એક નવી દિશા તરફ જઈ રહ્યો છે વૈશાલી હત્યા કેસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી,તા.05: તારીખ 27-8-2022 ના રોજ વલસાડ સેગવી સ્થિત સિંગર વૈશાલી વલસારાની તેનીજ મહિલા મિત્ર બબીતા શર્માએ પૈસાની લેણદેણમાં ભાડૂતી હત્યારા દ્વારા હત્યા કરાવી હતી. પારડી પોલીસે મુખ્ય આરોપી એવી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા. આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા ફરી એકવાર બબીતાને કોર્ટમાં રજૂ કરી ક્રોસ વેરીફીકેશન માટે એમની તપાસ હજુ બાકી હોય વધુ રિમાન્ડ માંગતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પારડી પોલીસની મહેનત રંગ લાવતા આ હત્યાનો કેસ હવે લગભગ સંપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે અને ટૂંક જ સમયમાં ભાડુતી ત્રણેય હત્યારાઓ પણ જેલ ના સળિયા ગણતા હશે પરંતુ ખૂબ ઝીણવટભરી તપાસ કરી રહેલ પારડી પોલીસ ને જોતા આ હત્યાનો કેસ ફક્ત હત્યા જ નહીં પરંતુ એક નવી જ દિશા તરફ જઈ રહ્યો છે અને આગળ જતાં આ કેસમાં હત્યાની સાથે સાથે કંઈક નવું જ જાણવા મળે એવું લાગી રહ્યું છે.