Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ ખાતે ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

તા. ૮મી સપ્ટેમ્બર સુધી યોજાનાર ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી ૫૩૫ ટેબલ ટેનિસ ખેલાડીઓ ભાગ લેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૦૬: વલસાડ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ૪થી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું તા. ૫મી થી તા. ૮મી સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરના ૫૩૫ ટેબલ ટેનિસ ખેલાડીઓ ભાગ લેશે.
ટુર્નામેન્ટમાં ગત વર્ષના ગુજરાતના નંબર-૧ ઇશાન હિંગોરાની પુરૂષ વિભાગમાં પુનરાગમન કરશે. તેમજ સુરતનો બીજો ક્રમાંકિત શ્લોક બજાજ પણ ભાગ લેશે, જેણે રાજ્યની 3જી રેન્કિંગમાં ત્રણેય કેટેગરીમાં જીત હાંસલ કરી ટ્રિપલ તાજ મેળવ્યો હતો. મહિલા વિભાગમાં સુરતની ટોચની ક્રમાંકિત બે પેડલર્સ – ફ્રેનાઝ ચિપિયા અને ફિલઝાહ કાદરી પણ સ્પર્ધામાં ભાગ લેશે.
આ સ્પર્ધામાં તમામની નજર અમદાવાદની ૧૩ વર્ષીય પ્રથા પવાર પર રહેશે કે જે રાજ્યમાં ગર્લ્સની અંડર – ૧૫, ૧૭ અને ૧૯ કેટેગરીમાં ટોપ સીડ ધરાવે છે. પ્રથાએ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મીટમાં ૧૪ ઓગસ્ટે જોર્ડનના અમ્માનમાં આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ (WTT) યુથ સ્પર્ધાની ગર્લ્સ U-૧૫ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ખેલાડીઓના રાજ્યકક્ષાના રેન્કિંગ
ટોચના બે સીડિંગ: પુરૂષ: ચિત્રાક્ષ ભટ્ટ (અમદાવાદ), શ્લોક બજાજ (સુરત). મહિલા: ફ્રેનાઝ ચિપિયા (સુરત), ફિલઝાહ કાદરી (સુરત).
જુનિયર (U-૧૯) છોકરાઓ: શ્લોક બજાજ (સુરત), બુરહાનુદ્દીન માલુભાઈ (સુરત). જુનિયર ગર્લ્સ: પ્રથા પવાર (અમદાવાદ), અર્ની પરમાર (સુરત).
જુનિયર (U-૧૭) છોકરાઓ: શ્લોક બજાજ (સુરત), આયુષ તન્ના (સુરત). જુનિયર (અંડર-૧૭) ગર્લ્સ: પ્રથા પવાર (અમદાવાદ), નિધિ પ્રજાપતિ (અમદાવાદ).
સબ-જુનિયર (U-૧૫) છોકરાઓ: આયુષ તન્ના (સુરત), હિમાંશ દહિયા (અમદાવાદ). સબ-જુનિયર (U-૧૫) ગર્લ્સ: પ્રથા પવાર (અમદાવાદ), રિયા જયસ્વાલ (ભાવનગર).
કેડેટ (U-૧૩) છોકરાઓ: સમર્થ શેખાવત (સુરત), માલવ પંચાલ (અમદાવાદ). કેડેટ (U-૧૩) ગર્લ્સ: મૌબિની ચેટર્જી (અમદાવાદ), જિયા ત્રિવેદી (અમદાવાદ).
હોપ્સ (અંડર-૧૧) છોકરાઓ: હૃદય પટેલ (સુરત), તક્ષ શાહ (અમદાવાદ). હોપ્સ (U-૧૧) ગર્લ્સ: ખ્વાહિશ લોટિયા (અમદાવાદ), દાનિયા ગોડીલ (સુરત).
આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના ખજાનચી અમિત ચોક્સી, વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (VDTTA)ના પ્રમુખ ડૉ. જીગર પટેલ અને સેક્રેટરી ભાવિન દેસાઈની દેખરેખ હેઠળ યોજાઈ રહી છે.

Related posts

યુઆઈઍની ચૂંટણીમાં બોગસ મતદારો અને જવાબદારોની ખેર નહીં…….. બોગસ મતદાર (નિયમ વિરુદ્ધ બનેલ અોથોરાઈઝ પર્સન) સેક્રેટરી તાહિર વોરા, અને ઈલેક્શન કમિટી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનુ સચિન માછી (બાળા)ઍ આપેલું અલ્ટીમેટમ

vartmanpravah

વાપીનગરપાલિકા પ્રમુખ – ઉપ પ્રમુખ માટે જાહેરનામુ પ્રસિધ્‍ધઃ 14 ડિસેમ્‍બરે ચૂંટણી યોજાશે

vartmanpravah

દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્‍યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્‍યો?

vartmanpravah

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

કપરાડાના કુંભઘાટમાં પતરાં ભરેલી ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment