(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.06: નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજશ્રી ટંડેલ દ્વારા મતદાર જાગૃતિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની યુવા મતદાર મહોત્સવ કાર્યક્રમનું આયોજન મદ્રેસા હાઈસ્કૂલ નવસારીમાં થયું હતું. જેમાં પાંચ તાલુકાના વિજેતાઓએ ભાગ લીધો હતો. નવસારી કલેકટર અમિતકુમાર યાદવ અને જિલ્લા ચૂંટણી અધિકારી વીરાભાઈ સાંભળના હસ્તે દીપ પ્રાગટયકરણ દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ડો.રાજશ્રી ટંડેલ દ્વારા જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લામાં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધા વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં શ્રી બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાએ તાલુકા કક્ષાએ વિભાગ-અમાં ઈ-પોસ્ટર સ્પર્ધામાં પટેલ જૈનીલ, વિડીયો સ્પર્ધામાં પટેલ મીત, પોસ્ટર ડિઝાઈનમાં બારોટ જીયા પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેમજ વિભાગ-બ માં શાળાના શિક્ષિકા ઓડિયો સ્પર્ધામાં પટેલ કૈલાશબેન અને ઈ-પોસ્ટર સ્પર્ધામાં વછીયાત ફરહીનબેને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ ત્રણ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાએ વિભાગ-અ માં ઈ-પોસ્ટર સ્પર્ધામાં પટેલ જૈનીલ એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. અને વિડીયો સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઈન સ્પર્ધામાં અનુક્રમે પટેલ મિત અને બારોટ જીયા એ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિભાગ-બ માં ઓડિયો સ્પર્ધામાં શાળાના શિક્ષિકા કૈલાસબેન પટેલે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ નવસારીમાં ગુંજતું કર્યું.
