Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જન્‍મ દિનની ઉજવણી

શિક્ષક કભી ભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં 5 સપ્‍ટેમ્‍બરના રોજ ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણજીના જન્‍મદિનની ઉજવણી સાંસ્‍કૃતિક કમીટિના ઉપક્રમે ‘‘શિક્ષક દિન” તરીકે કરી હતી.
ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણના જન્‍મ દિનને ભારત વર્ષ શિક્ષક દિન તરીકે ઉજવે છે. તેઓ રાષ્‍ટ્રપતિ, ભારત રત્‍ન જેવા સન્‍માન મેળવી ચૂકેલા પરંતુ તેઓ પોતાના પ્રથમ શિક્ષક જ ગણાવતા ચાણક્‍યએ કહ્યું હતું કે, ‘‘શિક્ષક કભી ભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ”. આ શબ્‍દ આર.કે. દેસાઈ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણીમાં વિદ્યાર્થીઓને કોલેજના પ્રબુધ્‍ધ ગુરુજનોએ વિદ્યાર્થીઓને સંબોધ્‍યા હતા. દિપ પ્રાગટય બાદ કાર્યક્રમનો પ્રારંભ થયેલો. કોલેજના આચાર્યશ્રી ડો.પ્રિતિબેન ચૌહાણ, કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.શિતલબેન ગાંધીએ ઉપરોક્‍ત વક્‍તવ્‍ય આપ્‍યું હતું અનેવિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવ્‍યા હતા. વિદ્યાર્થીઓએ શિક્ષકનું મહત્ત્વ સમજાવતું સુંદર નાટક પ્રસ્‍તુત કરવામાં આવ્‍યું હતું. તેમજ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં પોતાના અનુભવ રજૂ કર્યા હતા. કાર્યક્રમ સુંદર અને જ્ઞાનવર્ધક રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સાંસ્‍કૃતિક કમીટિ દ્વારા કરાયું હતું. સુંદર આયોજન બદલ સંસ્‍થાના ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈએ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

પરીયા આધાર ટ્રસ્ટ વૃધ્ધાશ્રમમાં રાજસ્થાન પ્રગતિ મંડળ વાપી દ્વારા વૃધ્ધોને રોગપ્રતિકારક દવાનું નિઃશુલ્ક કરાયેલું વિતરણ

vartmanpravah

આજે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

vartmanpravah

ચીખલીના સમગ્ર જૈન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં એનએસએસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરેલું વૃક્ષારોપણ

vartmanpravah

દાનહના સામરવરણી ગામ ખાતે નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું અજાણ્‍યા લોકોએ કરેલું અપહરણ

vartmanpravah

Leave a Comment