શિક્ષક કભી ભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં 5 સપ્ટેમ્બરના રોજ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિનની ઉજવણી સાંસ્કૃતિક કમીટિના ઉપક્રમે ‘‘શિક્ષક દિન” તરીકે કરી હતી.
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિનને ભારત વર્ષ શિક્ષક દિન તરીકે ઉજવે છે. તેઓ રાષ્ટ્રપતિ, ભારત રત્ન જેવા સન્માન મેળવી ચૂકેલા પરંતુ તેઓ પોતાના પ્રથમ શિક્ષક જ ગણાવતા ચાણક્યએ કહ્યું હતું કે, ‘‘શિક્ષક કભી ભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ”. આ શબ્દ આર.કે. દેસાઈ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણીમાં વિદ્યાર્થીઓને કોલેજના પ્રબુધ્ધ ગુરુજનોએ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. દિપ પ્રાગટય બાદ કાર્યક્રમનો પ્રારંભ થયેલો. કોલેજના આચાર્યશ્રી ડો.પ્રિતિબેન ચૌહાણ, કેમ્પસ ડાયરેક્ટર ડો.શિતલબેન ગાંધીએ ઉપરોક્ત વક્તવ્ય આપ્યું હતું અનેવિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓએ શિક્ષકનું મહત્ત્વ સમજાવતું સુંદર નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં પોતાના અનુભવ રજૂ કર્યા હતા. કાર્યક્રમ સુંદર અને જ્ઞાનવર્ધક રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક કમીટિ દ્વારા કરાયું હતું. સુંદર આયોજન બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતા.