Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

એમ.ડી. દ્વારા ડીઝલ ખરીદીના ટેન્‍ડરીંગની તપાસ કરવા યુવા કોળી સમાજની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: ગુજરાત યુવા કોળી સમાજના યુવા પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા દ્વારા મુખ્‍યમંત્રીશ્રીને પત્ર લખી માંગ કરી છે કે માછીમાર ભાઈઓને ડીઝલ ઉપર રીફંડ. સરકારી સંસ્‍થા જીએફસીસી માછીમાર ભાઈઓને ડીઝલ પુરું પાડતી સંસ્‍થા છે. જે સંપૂર્ણ સરકારી છે તેવી જીએફસીસી જે માછીમારને કયા ભાવે ડીઝલ વેચવું તેમજ માછીમાર ભાઈઓ માટે ક્‍યાંથી ડિઝલ ખરીદવું આ બધું નક્કી કરવું, જીએફસીસી સંસ્‍થાની આગેવાની હેઠળ તેમનાં એમ ડી (મેનેજીંગ ડીરેક્‍ટર) કરતાં હોય, પહેલા જે ડીઝલ ઓછા ભાવે મળતું તેનું મેનેજમેન્‍ટ પણ જીએફસીસી કરતી તે ગુજરાતના તમામ માછીમાર મંડળી વતી ડીઝલ વહેંચતી કંપનીઓ સાથે બેઠક કરી ટેન્‍ડર નક્કી કરતી હોય છે. ગયા વર્ષે પણ આ જ રીતે ટેન્‍ડરમાં માછીમાર ભાઈઓ લાખો લીટર ડીઝલ વાપરતા હોય કંપની દ્વારા ઓછા ભાવે જીએફસીસી સાથે કરાર કરેલ હતાં. દર વર્ષે આ કરાર થતાં હોય એ કરારમાં હમેશાં માછીમારનું હીત જોવાની જવાબદારી હંમેશાં જીએફસીસીની હોય છે. જીએફસીસીનુંબંધારણ પણ તેના ઉપર ઘડાયેલું છે. માછીમારને મળતાં ડીઝલનો સંપૂર્ણ ભાવનું બંધારણ પણ તેણે જ નક્કી કર્યું હોય છે. તો આ વર્ષે માછીમાર ભાઈઓને મળતું ડીઝલ બજાર ભાવ કરતાં 3.75 વધારે શું કામ અને જે ઓઈલ કંપનીઓ ઓછા ભાવે માછીમાર ભાઈઓને ડીઝલ આપતી તે કયાં ખોવાઈ ગયા, કોઈ અધિકારીના ખિસ્‍સા ગરમ થયા અને જીએફસીસીનું બંધારણ ભુલાય તો ગયું નથી ને. આ બધું જાણવા કયાં શું ભુલ છે, જીએફસીસી માછીમારનું હીત જોતી સરકારી સંસ્‍થા શા કારણે માછીમારનું અહિત કરતાં નિર્ણયો લે છે ?? જીએસીસી સંસ્‍થામાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક કરાર આધારીત કરવામાં આવી છે. જ્‍યારે માછીમારોનું અહીત આ સંસ્‍થા દ્વારા થતુ હોય તો તેની તપાસ થવી જોઈએ અને ડીઝલ ખરીદીના નવા ટેન્‍ડરમાં પણ કોઈ ભષ્ટાચાર થયો હોય એવી આશંકા વ્‍યક્‍ત રસિક ચાવડા એ કરી છે તો ડીઝલ ખરીદીના ટેન્‍ડરીંગની કમીટી બનાવી તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

Related posts

રખોલી પુલ પરથી યુવાને નદીમા ઝંપલાવતા મોત

vartmanpravah

દમણવાડા પંચાયતના પટાંગણમાં પરિયારી અને દમણવાડાના લોકોને આપવામાં આવી મફત કાનૂની સલાહ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના 19મા વર્ષમાં મંગળ પ્રવેશ ટાણે…

vartmanpravah

ચીખલીના સમગ્ર જૈન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah

Leave a Comment