December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

એન કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડીબેટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડી ખાતે બી.કોમના બધા વિદ્યાર્થીઓ વચ્‍ચે એક ડીબેટ યોજાઈ હતી. જેમાં વિષય તરીકે સહારા ઈન્‍ડિયા પરિવારની છેલ્લા 40 વર્ષની સફર દરમ્‍યાન આવેલ ઉતાર ચઢાવ અંગેની વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પારડી સ્‍થિત આ કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રેક્‍ટિકલ નોલેજ મળી રહે તેવા હેતુથી અહી કોમર્સ લેબનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં કોમર્સના વિદ્યાર્થીઓ વિવિધ વિષયો પર જાતે વર્ક કરીને પ્રેક્‍ટિકલ દ્રષ્ટિકોણથી દરેક વિષયને સમજવાનો પ્રયત્‍ન કરે છે. આ કોલેજના પ્રાધ્‍યાપક દો. પૂનમ ખમર અને વૈષ્‍ણવી સોઢાના માર્ગદર્શન હેઠળ બે ટીમમાં બધા વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્‍યા હતા. એક ટીમ ફેવરમાં અને બીજી વિરૂધ્‍ધમાં બોલે એ રીતે તૈયારી કરવામાં આવી હતી. જજ તરીકે કોલેજના કેમ્‍પસ ડાયરેકટર દીપેશ શાહ ઉપસ્‍થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ મહેનતને વધાવી હતી.

Related posts

vartmanpravah

દાનહ વન વિભાગની ટીમે ખરડપાડા ગામે જંગલમાંથી સાગના લાકડા કાપતા ઈસમની કરી ધરપકડ

vartmanpravah

સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રક્ષાબંધન તહેવાર નિમિતે રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

બીલીપત્રનું વૃક્ષ : પાનખર બાદ હવે નવપલ્લવિત થવા વસંતનો ઈંતેઝાર

vartmanpravah

ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્‍પો પલટી જતા 20 ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

Leave a Comment