October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: આજે ગણેશ મહોત્‍સવના છેલ્લા દિવસે એટલે કે અનંત ચૌદશનાદિવસે દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા તથા વિવિધ વિસ્‍તારમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું ખુબ જ રંગેચંગે ઢોલ, નગારા, લેઝિમના તાલે નાચગાન સાથે દમણગંગા નદી કિનારે ભક્‍તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્‍યું હતું. સેલવાસના પીપરીયા વિસ્‍તારના પીપરીયાના રાજા શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંડળમાં મહારાષ્ટ્રથી વિસર્જન માટે ટીમ બોલાવવામાં આવી હતાી. સાથે સેલવાસના વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રામાં અલગ અલગ વેશભૂષા અને શાજ-શણગાર કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દાનહ પોલીસ દ્વારા લોકોને કોઈપણ પ્રકારની તકલીફ-અગવડ નહીં પડે એના માટે ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. આ અવસરે વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગણેશ ભક્‍તો માટે રસ્‍તા પર ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સાથે મેડીકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ ખડે પગે હાજર રહી હતી. આજે અંદાજે 400 જેટલી ગણેશ મૂર્તિઓનુ વિસર્જન દમણગંગાનદી કિનારે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપીમાં ડો.આશા ગાંધીના પેઈન્‍ટીંગનું સોલો એક્‍ઝિબિશન યોજાઈ ગયું

vartmanpravah

એચપી ગેસ તથા સીડીપીઓ મિશન શક્‍તિના સંયુક્‍ત ઉપક્રમે દીવમાં ગેસ સુરક્ષાને લઈ ‘રસોઈ મારી જીમ્‍મેદારી’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા શૈક્ષણિક સત્રથી પાંચ સરકારી શાળામાં શરૂ થશે સી.બી.એસ.ઈ.નું નવમું ધોરણ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દાદરા ખાતે રાજસ્‍થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવ ભાજપના સક્રિય સદસ્‍યતા સમિતિના સંયોજક તરીકે નવિનભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

Leave a Comment