Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાકડકોપર સેવા સહકારી મંડળીની સ્વર્ણિમ જયંતીની ઉજવણી

સહકારી મંડળી આપણી જ છે એવી ભાવના સાથે કામ કરવું – મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.૧૦: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ખાતે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને શ્રી કાકડકોપર સેવા સહકારી મંડળી લિમિટેડના ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્વર્ણિમ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ સહકારી મંડળીની વર્ષ ૧૯૭૩મા સ્થાપના થઈ હતી. હાલમાં મંડળીના પ્રમુખ રઘુભાઈ ગાંવિત અને મંત્રી શુક્કરભાઈ મહાકાળ આ સહકારી મંડળીનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે.
મંડળીની સ્વર્ણિમ જયંતિ નિમિત્તે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સહકારી મંડળી આપણી જ છે એવી ભાવના રાખી દરેક લોકોએ કામ કરવું જોઈએ તો મંડળીની પ્રગતિ શક્ય બનશે. સહકારી મંડળી ચલાવવી એ ખૂબ અઘરું કાર્ય છે કારણ કે મંડળીનું કામ એ લોકોની સેવા કરવાનું કામ છે, એમાં સંચાલકોને ઝાઝો ફાયદો નથી. પરંતુ એના દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘણા લાભ મળે છે. આજે સરકારી યોજનાઓની સહાયથી સહકારી મંડળીઓ પ્રગતિ કરી રહી છે. આ કાકડકોપર મંડળીની ૧૯૭૩માં સ્થાપના થઈ ત્યારબાદ ઘણા સમય સુધી રાશન લેવા માટે ધરમપુર અને નાનાપોંઢા જવું પડતું હતું પરંતુ હવે અહીં જ દરેક સુવિધા ઉપલબ્ધ છે. મંડળી એ અનેક ચડતી-પડતી જોઈ છે પરંતુ બધાના સાથ સહકારથી મંડળી આજે આર્થિક રીતે સદ્ધર છે. મંત્રીશ્રીએ પશુપાલકોને બિરદાવતા કહ્યું કે આજે ગુજરાત માથી સમગ્ર દેશમાં દૂધ પહોંચી રહ્યું છે. જેના દ્વારા નાના પશુપાલકોને પણ અનેક લાભો થઈ રહ્યા છે. તેમજ સહકારી મંડળી જરૂરિયાત ધરાવતા લોકોને વગર વ્યાજે લોન આપે છે તેની સમયસર ભરપાઈ કરવી. આ મંડળી ગ્રામજનોની અમૂલ્ય મિલકત છે એનું બધા એ કાળજીપૂર્વક જતન કરવું અને સરકારી યોજનાઓનો મંડળી મારફતે લાભ લેવો. મત્રીશ્રીએ યોજનાઓ દ્વારા સહકારી મંડળી સારી રીતે ચાલતી રહે એવી આશા પણ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કાકડકોપર ગામના સરપંચ ગણેશભાઈ ગાંવિત, ગામના વડીલ આગેવાનો, મંડળીના મહિલા સંભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પારડી અને ઉમરગામ રોશનીના શણગારથી દીપી ઉઠયુ

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં વલસાડ ડાયટ દ્વારા સ્‍પોર્ટ ઈન્‍ટિગ્રેટેડ એજ્‍યુકેશન ટોય ઈન્‍ટીગ્રેટેડ એજ્‍યુકેશન વર્કશોપ યોજાયો

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

વાપી એલ. જી. હરિયા સ્‍કૂલના બાળકો આંતર સ્‍કૂલ ક્‍વિઝ સ્‍પર્ધામાં ઝળક્‍યા

vartmanpravah

બિહાર મુખ્‍યમંત્રી નિતીશકુમારની ડર્ટી સ્‍પીચના પડઘા વલસાડમાં પડયા : ભાજપે પુતળા દહન કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

Leave a Comment