Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા દ્વારા વિદ્યાર્થીઓને નોટબૂક તથા યુનિફોર્મ વિતરણ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ અલૌકિક અને અનુપમ એવા માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ આવેલું છે. આ ધામમાં માઁ વિશ્વંભરીનીદિવ્‍ય પાઠશાળા, ગોવર્ધન પર્વત, ગીર ગાયની આધર્શ ગૌશાળા, શ્રી રામની પંચકુટીર આવેલી છે. આ ધામની સંસ્‍થા માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા દર વર્ષે રાબડા ગામની પ્રાઈમરી સ્‍કૂલોમાં વિદ્યાર્થીઓને નોટબુકો તેમજ માધ્‍યમિક સ્‍કૂલમાં યુનિફોર્મ તથા નોટબુકોનું વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવે છે. આ ટ્રસ્‍ટ દ્વારા તા.10-09-2022ના રોજ સાર્વજનિક માધ્‍યમિક સ્‍કૂલના વિદ્યાર્થીઓને નોટબુક તથા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં આ ટ્રસ્‍ટના ઓથોરાઈઝ્‍ડ પર્સન શ્રી કિરીટભાઈ ડેડાણીયા, જીતુભાઈ ઠક્કર, આશિષભાઈ રૂપારેલ, રાબડા ગામના સરપંચ શ્રીમતિ કિન્નરીબેન ભદ્રેશ પટેલ, માજી સરપંચશ્રી જસવંત પટેલ, ગામના અગ્રણીઓ અમરતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. માધ્‍યમિક સ્‍કૂલના પ્રિન્‍સીપાલશ્રી દિપકભાઈએ ઉપસ્‍થિત સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ડીએમસી વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કેમ્‍પ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

vartmanpravah

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

vartmanpravah

સંઘપ્રદેશમાં દિવાળી ટાણે પ્રવાસીઓનો રહેનારો અભૂતપૂર્વ ધસારોઃ દમણ-દીવ અને દાનહની લગભગ તમામ હોટલોના બુકિંગ ફૂલ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા આયોજીત નિર્માણ દિવસ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું સમાપન

vartmanpravah

Leave a Comment