Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

શ્રી સોમનાથ ભવન, ભેંસરોડ ખાતે દમણ જિલ્લા કોળી પટેલ સમાજની કારોબારી સભ્‍યોની યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.11 : આજે રવિવારે સવારે 10:00 થી 11:30 વાગ્‍યા દરમિયાન દમણ જિલ્લા કોળી પટેલ સમાજના કારોબારી સભ્‍યોની એક બેઠક યોજાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નાની દમણના શ્રી સોમનાથ ભવન, ભેંસરોડ ખાતે જિલ્લા કોળી પટેલ સમાજની કારોબારી સભ્‍યોની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં લાંબી ચર્ચા-વિચારણા બાદ સમાજને ઉપયોગી ઘણાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્‍યા હતા. અને તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્‍યા હતા.
બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોમાં(1) શ્રી દમણ જીલ્લા કોળી પટેલ સમાજની તમામ પ્રવૃતિઓ, કાર્યક્રમો, કાર્યપદ્ધતિથી તમામ કામગીરીઓ, કોમ્‍પ્‍યુટર દ્વારા ઓનલાઈન કરવામાં આવશે, જેના માટે નવી ટેક્‍નોલોજી સાથેનું નવું કોમ્‍પ્‍યુટર ખરીદવામાં આવશે, જેના માટે શ્રી પ્રવીણભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી સોમાભાઈએ મળીને એક યોગ્‍ય નિર્ણય લઈ નવું કોમ્‍પ્‍યુટર ખરીદવાના હોવાનું નક્કી કરાયું હતું. (2) બિલ્‍ડીંગમાં વાતાનુકૂલિત (ખ્‍/ઘ્‍)ની સર્વિસ અને સ્‍પેરપાર્ટ્‍સ અને વાર્ષિક જાળવણી (ખ્‍પ્‍ઘ્‍)ની મંજૂરી માટે એક વર્ષ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેના માટે શ્રીજયંતિભાઈ, શ્રી ઉપેન્‍દ્ર કેશવ, શ્રી કાંતિભાઈ, શ્રી સોમાભાઈ, શ્રી પ્રવીણભાઈએ ભેગા મળીને યોગ્‍ય નિર્ણય લેવાનો રહેશે. (3) શ્રી સોમનાથ ભવનમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્‍યો છે અને સમાજ માટે ઉપયોગી રસોડામાં જે વાસણોની કમી છે તેની ખરીદી કરવામાં આવશે. ય્‍/બ્‍ પ્‍લાન્‍ટની સર્વિસકરીને વોટર પ્‍લાન્‍ટને આધુનિક બનાવવામાં આવશે.
શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજને દાતાઓએ આપેલી રકમના દાનદાતાઓ માટે આવકવેરા વિભાગમાં છૂટ મળે તે માટે 12 ખ્‍ અને 80ઞ્‍ની નોંધણી કરાવવાની જવાબદારી ધારાશાષાી શ્રી ઉદય પટેલને સોંપવામાં આવી હતી.
બેઠક દરમિયાન શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ઉપ પ્રમુખ શ્રી રાયચંદ પટેલે રૂા.1,01,000/- એક લાખ એક હજાર અને શ્રી પ્રવીણભાઈ અખ્‍ખુભાઈ પટેલ તરફથી રૂા.25,000/-પચીસ હજાર રૂપિયાનું યોગદાન ચેક તરીકે અર્પણ કરવામાં આવ્‍યું હતું અને છેલ્લી બેઠકમાં પટેલ સમાજના શ્રી ઈશ્વરભાઈ ભાણાભાઈ પટેલ દ્વારા રૂા.1,01,111/-નું દાન આપવામાં આવેલ હતું. આ તમામ દાતાઓનું શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ ડો. નાનુભાઈ પટેલ દ્વારા પુષ્‍પગુચ્‍છ આપી અભિવાદન કરવામાં આવ્‍યું હતું.
આ બેઠકમાં સમાજના પ્રમુખ ડો. નાનુભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ પટેલ, સચિવ શ્રી જયંતિભાઈ પટેલ, ખજાનચીશ્રી ચીમનભાઈ પટેલ, શ્રી રાયચંદ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ બી. પટેલ, શ્રી કાન્‍તિભાઈ પટેલ, શ્રી ભરત આર. પટેલ, શ્રી નાનુભાઈ જી. પટેલ, શ્રી ઉપેન્‍દ્ર કેશવ, શ્રી સુભાષ જી. પટેલ, શ્રી પ્રવીણભાઈ પટેલ, એડવોકેટ શ્રી ઉદય પટેલ, શ્રી સુભાષ યુ. પટેલ, શ્રી જયેશ એમ. રમેશભાઈ (સોમા) પટેલ, શ્રી દિપેશ એન. પટેલ, શ્રી ભૂપેન એન. પટેલ, શ્રીમતી વર્ષા પી. પટેલ, શ્રીમતી રીના એસ. પટેલ તથા અન્‍ય આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સામરવરણીમાં 14વર્ષીય તરુણીએ ગળે ફાંસો ખાઈ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 108 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

મોતીવાડામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

આદિવાસી સંસ્‍કળતિને ઉજાગર કરતી દીપક ચોપડિયાનો આલ્‍બમ ઢંગી ખજુરી પાર્ટ ટુ-નું થનારું લોન્‍ચિંગ

vartmanpravah

Leave a Comment