Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ચારધામની યાત્રા પર ગયેલા વાપી અંબામાતા મંદિરનાપૂર્વ પૂજારીનું હૃદય રોગથી ગંગોત્રી નજીક મોત

પૂજારી નિલેશ ઓઝા પ્રતિ વર્ષે ચારધામની ટુરનું આયોજન કરતા રહેતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી જીઆઈડીસી અંબામાતા મંદિરના પૂર્વ પૂજારી વાપીથી ચારધામની યાત્રા લઈ નિકળ્‍યા હતા. ગંગોત્રી પહેલા રોકાણ કર્યું હતું ત્‍યાં હૃદય રોગનો હુમલો થતા તેમનું નિધન થયું હતું. જેને લઈ પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
વાપી જીઆઈડીસી અંબામાતા મંદિરમાં લાંબો સમય પૂજારી તરીકે ફરજ બજાવેલા પૂર્વ પૂજારી નિલેશ ઓઝા છેલ્લા કેટલાક સમયથી ચારધામ યાત્રાનું આયોજન કરતા રહેલા તેમજ નિલકંઠ ટ્રાવેલ્‍સ ચલાવતા હતા. આ વર્ષે વાપીથી 6 સપ્‍ટેમ્‍બરના રોજ ચારધામની યાત્રા કરવા વાપીથી 35 યાત્રિકો સાથે નિકળ્‍યા હતા. યાત્રામાં ગંગોત્રીથી 20 કિલોમીટર પહેલા યાત્રિકોએ રોકાણ કર્યું હતું ત્‍યાં નિલેશભાઈને અચાનક છાતીનો દુખાવો થતા હોસ્‍પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં તેમનું નિધન થયું હતું. સ્‍વજનો હવાઈ માર્ગે ગંગોત્રી જવા નિકળી ગયા હતા. જાણકારી મુજબ તેમની અંતિમ વિધી પણ ત્‍યાં જ કરવામાં આવનાર છે. મંદિરની પૂજા છોડયા બાદ તેઓ ટુર એન્‍ડ ટ્રાવેલ્‍સનો વ્‍યવસાય કરતા હતા. નિલેશભાઈના અવસાનને લઈ વાપી બ્રહ્મ સમાજમાં આઘાતની લાગણી પ્રસરીગઈ હતી.

Related posts

કપરાડાના લવકર ગામે પ્રાકૃતિક ફાર્મ સ્કૂલ યોજાઈ

vartmanpravah

મરામ્‍મત-રખરખાવ અને સફાઈ માટે આજથી 11મી નવેમ્‍બર સુધી નાની દમણની નમો પથ અને મોટી દમણનો રામસેતૂ બીચ રોડ લોકોની અવર-જવર માટે બંધ

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર તટે 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ કરાયો

vartmanpravah

‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયાઃ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓએ વિદ્યાર્થીઓને જણાવી તેમની સફળતાની વાતો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા 103 સ્‍કાઉટ ગાઈડ વૈષ્‍ણોદેવી કેમ્‍પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ

vartmanpravah

સરપંચ શંકરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત કડૈયા ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભા

vartmanpravah

Leave a Comment