Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લામાં બેરોકટોક ચાલતા ગેરકાયદે કતલખાના અને મટન શોપની તપાસ કરવા કલેક્‍ટરને રજૂઆત

ગુજરાત સ્‍ટેટ એનિમલ વેલ્‍ફેર બોર્ડ મેમ્‍બર રાજેશ શાહે કરેલ લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર કતલખાના ચિકન શોપ અને મટન શોપનો વ્‍યાપ મોટા પ્રમાણમાં વધ્‍યો છે તેથી પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ હેઠળ તેમજ લાયસન્‍સ વગર કાર્યરત હોય તેમની સામે કાર્યવાહી કરવાની માંગ જિલ્લા કલેક્‍ટરને કરવામાં આવી છે.
ગુજરાત સ્‍ટેટ એનિમલ વેલ્‍ફેર બોર્ડ મેમ્‍બર શ્રી રાજેશ હસ્‍તીમલ શાહ વાપીએ કલેક્‍ટર વલસાડને લેખિત રજૂઆત કરી છે કે ઠેર ઠેર ચાલી રહેલા ગેરકાયદે કતલખાના અને ચિકન-મટન શોપનો તાકીદે સર્વે કરાય અને કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમણે કરેલી રજૂઆત મુજબ અન્‍ય રાજ્‍યોમાંથી તડીપાર કરાયેલ ક્રિમિનલ તત્ત્વો જ્‍યાં ત્‍યાં આશરો મેળવી મોટા પાયે આ વ્‍યવસાય કરતા હોય છે તેથી જિલ્લામાં દરેક પંચાયત કે પાલિકાના તાબામાં આવતા વિસ્‍તારોમાં ફુડ એન્‍ડ ડ્રગ સેફટી અને પ્રાણી ક્રુરતા અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને ગેરકાયદેસર ચાલતી હાટડીઓને તાત્‍કાલિક બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Related posts

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

vartmanpravah

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્‍વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું થયેલું આયોજન

vartmanpravah

પારડીના એકમાત્ર સ્‍થાનિક બેદાગ આસિસ્‍ટન્‍ટ સબઈન્‍સ્‍પેક્‍ટરનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ દાભેલ ખાતે ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment