April 30, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

એમ. ફાર્મ સેમેસ્‍ટર-02ના પરિણામમાં 07 વિદ્યાર્થીઓ જીટીયુ ટોપ ટેન સાથે 100 ટકા પરિણામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા મે-2022માં લેવાયેલી એમ.ફાર્મ સેમેસ્‍ટર-02ની પરિક્ષાઓના પરિણામ જાહેર થતાં, રોફેલ શ્રી જી.એમ. બિલખીયા કોલેજ ઓફ ફાર્મસી, વાપીની 05 વિદ્યાર્થીનીઓએ જીટીયુ ટોપ ટેનમાં સીપીઆઈ પ્રમાણે તેમજ બ્રાંચ પ્રમાણે કુલ 07 વિદ્યાર્થીઓએ સ્‍થાન મેળવી કોલેજ તેમજ વાપીને ગૌરવ અપાવ્‍યું છે.
સી.પી.આઈ. ક્રમ પ્રમાણે જીટીયુ ટોપ ટેનમાં સ્‍થાન મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી રાવન્‍ગ સોનલ યશવંત 9.31 સી.પી.આઈ. સાથે સમગ્ર રાજ્‍યમાં પ્રથમ ક્રમે, રસૈલી રેજીના બિરેન્‍દ્રા 9.15 સી.પી.આઈ. સાથે ત્રીજા ક્રમે, પ્રજાપતિ નિશીતા પ્રકાશભાઈ 9.15 સી.પી.આઈ. સાથે ચોથો ક્રમ, પટેલ અનાલી અશોકભાઈ 9.08 સી.પી.આઈ. સાથે સાતમો ક્રમ તથા પટેલ ધ્રુવિશા પંકજ 9.08 સી.પી.આઈ. સાથે આઠમો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
વધુમાં બ્રાંચ પ્રમાણે પરિણામ જોતાં ક્‍વોલિટી એસ્‍યોરન્‍સ બ્રાંચમાં અગ્રેસર રહેનારા વિદ્યાર્થીઓ પૈકી રાવન્‍ગ સોનલ યશવંત પ્રથમ ક્રમે, રસૈલી રેજીના બિરેન્‍દ્રા દ્વિતીય ક્રમે અને પટેલ ધ્રુવિશા પંકજ ત્રીજા ક્રમે તેમજ ફાર્માસ્‍યુટિક્‍સબ્રાંચમાં જયસ્‍વાલ બિકાસ ચંન્‍દ્રશેખર પાંચમા ક્રમે તથા ફાર્માકોલોજી બ્રાંચમાં પ્રજાપતિ નિશીતા પ્રકાશભાઈ પ્રથમ ક્રમે, પટેલ અનાલી અશોકભાઈ દ્વિતીય ક્રમે અને પુરોહિત પિન્‍કીકુમારી શિવલાલે છઠ્ઠો ક્રમ મેળવી કોલેજને માન અપાવ્‍યુ છે.
ઉપરોક્‍ત સિધ્‍ધિ બદલ સફળ થયેલ વિદ્યાર્થીઓને સમસ્‍ત ટ્રસ્‍ટી ગણ, આચાર્ય શ્રી અરિન્‍દમ પાલ, તથા સ્‍ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્‍યાં હતા.

Related posts

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય રમતગમત સ્‍પર્ધાનો થયેલો પ્રારંભ

vartmanpravah

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના મંત્રને સાકાર કરતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

તા.11થી 26 ઓગસ્‍ટ સુધી સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ થનારૂં વિરાટ આરોગ્‍ય સ્‍ક્રીનિંગ અભિયાન

vartmanpravah

Leave a Comment