January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિવિલ હોસ્‍પિટલ કુતરાઓના હવાલે : સુરક્ષાના અભાવે સ્‍થિતિ ઉભી થઈ છે : દર્દીઓ ભયભીત

સિવિલ હોસ્‍પિટલની એક પછી એક વહિવટી ક્ષતિઓ ઉજાગર થઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ સિવિલ હોસ્‍પિટલ એક પછી એક વિવાદોમાં ઘેરાતી રહી છે. બે દિવસ પહેલાં રેસિડેન્‍ટ ડોક્‍ટરોએ દર્દીના સગાએ તબીબને માર મારેલો તેથી હડતાલ પાડી હતી. માંડ માંડ સમાધાન થયું હતું. મહિલા તબીબ સાથે અભદ્ર વર્તનની તપાસ ચાલીરહી છે ત્‍યારે નવો વધુ એક મામલો પ્રકાશમાં આવ્‍યો છે. વલસાડ સિવિલ હોસ્‍પિટલ જાણે કુતરાઓના હવાલે હોય તેવા દ્રશ્‍યો અનેક વોર્ડમાં ફરી રહેલા કુતરાઓ થકી જોવા મળી રહ્યા છે.
વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં વહીવટી તંત્રના અનેક છીંડા જોવા મળી રહ્યા છે. જેમાં સુરક્ષાનો મામલો પ્રથમ છે. અહીં સારવાર લેવા આવતા દર્દી અને સગા સબંધીઓને જ્‍યાં ત્‍યાં રખડતા કુતરાઓનો ડર સતાવી રહ્યો છે. એકવાર છઠ્ઠા માળે કુતરુ પહોંચી ગયું હતું. હોસ્‍પિટલમાં રખડતા કૂતરા ઘૂસી કેવી રીતે જાય તેવા સવાલો દર્દીઓ તરફથી થઈ રહ્યા છે. ગેટ ઉપર સિક્‍યોરિટીની કોઈ વ્‍યવસ્‍થા નથી. કાલ ઉઠીને રખડતા જાનવરો પણ હોસ્‍પિટલમાં ઘૂસી શકે છે. સામાન્‍ય લાગતી આ સમસ્‍યા ગંભીર છે. મેનેજમેન્‍ટે નોંધ લેવી રહી.

Related posts

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં વસંત પંચમી અને ‘માતૃ-પિતૃ પૂજન’ દિનની ભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

પારડીના પલસાણામાં વહેલી સવારે સોનાના ઘરેણા અને રોકડની લૂંટ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

vartmanpravah

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

vartmanpravah

વર્ષોથી 586 કરોડની કપરાડા વિસ્‍તારની અસ્‍ટોલ પાણી યોજના કાગળ ઉપર જ

vartmanpravah

રેન્‍જ આઈ.જી.પી.એ વાપી પાલિકા અને વીઆઈએના હોદ્દેદારોની મુલાકાત લીધીઃ ટ્રાફિક કાયદો વ્‍યવસ્‍થાની ચર્ચા કરાઈ

vartmanpravah

Leave a Comment