July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

માજી સૈનિક આંદોલન ગાંધીનગરમાં યોજાયેલ ત્‍યારે કાનજીભાઈ માથોલીયાનું કથિત પોલીસ દમનથી મૃત્‍યુ થયું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ગુજરાત રાજ્‍યની સામાન્‍ય ચૂંટણી જેટલી ઢુકડી આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો અનેક ચુંથાઈ ગયેલ પડતર મુદ્દા અને માંગણીઓ સાથે પ્રજા વચ્‍ચે લાઈમલાઈટમાં રહેવા માટે મથામણ કરી રહ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીએ પણ એન્‍ટ્રી મારી દીધી છે. આજે વલસાડમાં આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં થયેલ સૈનિક આંદોલન વખતે માજી સૈનિકનું નિધન થયું હતું તે સંદર્ભે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી મૃતક માજી સૈનિક પરિવારને એક કરોડની સન્‍માન રાસી ચૂકવવાની માંગણી કરી હતી.
છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો પડતર માંગણીઓ માટેઆંદોલન કરી રહ્યા હતા. ગતરોજ ગાંધીનગરમાં આંદોલન દરમિયાન પૂર્વ સૈનિક કાનજીભાઈ માથોલીયાનું કથિત પોલીસ દમનમાં મૃત્‍યુ થયું હતું. જેને લઈ આજે બુધવારે આમ આદમી પાર્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને આવેદન પાઠવી માજી સૈનિકોની માંગણી સ્‍વિકારવા તેમજ કાનજીભાઈના પરિવારને રૂા.1 કરોડની સન્‍માન રાસી ચુકવવામાં આવે તેવી માંગણી ઉપસ્‍થિત રહેલા જિલ્લા હોદ્દેદારો અને કાર્યકર્તાએ કરી હતી.

Related posts

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ માટે પસંદગી : શાળા પરિવારે અભિનંદન પાઠવી કરેલી ઉજ્જવળ ભવિષ્‍યની કામના

vartmanpravah

વાંસદા વનવિદ્યાલય હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીનું વરસાદમાં ઘર તૂટી પડતા સ્‍કૂલ પરિવાર મદદે દોડયો

vartmanpravah

બુચરવાડામાં બેટી શિક્ષા, બેટી સુરક્ષાને લઈ સાયબર ક્રાઈમ, ટ્રાફિક વ્‍યવસ્‍થા, ગાર્ડનિંગ વગેરેમાં જાગૃતતા આવે તે અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯ લાખના ખર્ચે બનનાર રોડનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

કુકેરી અને સુરખાઈમાં આયુષ્‍માન ભારત હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરના મકાનો જર્જરિત બનતા દર્દીઓ અને કર્મચારીઓને જીવનું જોખમ

vartmanpravah

Leave a Comment