Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ માટે પસંદગી : શાળા પરિવારે અભિનંદન પાઠવી કરેલી ઉજ્જવળ ભવિષ્‍યની કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના રમતગમત વિભાગ દમણ દ્વારા આજે યુ.ટી. કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ દાદરા નગર હવેલીમાં યોજી હતી. જેમાં ધોરણ 7ની વિદ્યાર્થીની કુ. દેવાંશી ચૌહાણ અંડર-14માં 35 કિ.ગ્રા., ધોરણ 9ના વિદ્યાર્થી શ્રી જશ પટેલ અંડર-17માં 32 કિ.ગ્રા., ધોરણ 11(વિજ્ઞાન પ્રવાહ)ની વિદ્યાર્થીની કુ. નિયતી માંગેલા અંડર-17માં 55 કિ.ગ્રા., ધોરણ 8ના વિદ્યાર્થી શ્રી મન્નત કુમાર અંડર-14માં 60 કિ.ગ્રા. અને ધોરણ 11 (વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થી શ્રી મીત બોરાડે અંડર 17માં 60 કિ.ગ્રા.માં રાષ્‍ટ્રીય કક્ષાની કરાટે સ્‍પર્ધામાં પસંદગી પામ્‍યા છે. પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓ ભારત સરકારના ‘સ્‍કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા(એસ.જી.એફ.આઈ.) દ્વારા આગામી 15 ડિસેમ્‍બરથી 19 ડિસેમ્‍બર, 2023 સુધી નવી દિલ્‍હીના છાત્રસાલ સ્‍ટેડિયમ ખાતે યોજાનારી રાષ્‍ટ્રીય કક્ષાની કરાટે સ્‍પર્ધામાં ભાગ લેશે અને પોતાનું કૌવત ઝળકાવશે.
મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની કરાટે સ્‍પર્ધામાં અદ્‌ભૂત સિદ્ધિ બદલ શાળા સંચાલક શ્રી અપૂર્વપાઠક, નિયામક શ્રીમતી નિમિષાબેન પાઠક, આચાર્ય દીપાલીબેન પટેલ, ઉપ આચાર્ય શ્રી સુબ્‍બારાવ તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓ અને તેમના પ્રશિક્ષક શ્રીમતી તમન્ના બેરાને અભિનંદન પાઠવ્‍યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્‍યની કામના કરી હતી.

Related posts

વાપીના કરવડ ગામે લગ્ન પ્રસંગમાં વ્‍યક્‍તિને સાપ કરડયો, પરંતુ બિનઝેરી હોવાથી ટળેલું વિઘ્ન

vartmanpravah

કપરાડાના માંડવા નજીક લક્‍ઝરી બસરોડથી નીચે ઉતરી જતાં અફરા-તફરીના દ્રશ્‍યો સર્જાયા

vartmanpravah

મતદાન જાગળતિ માટે જિલ્લાની શાળાઓમાં રંગોળી-મહેંદી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં 73 કુંડી યજ્ઞનું કરેલું સફળ આયોજન

vartmanpravah

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

નવા વર્ષની ઉજવણીને અનુલક્ષી દારૂ પી ને વાહન ચલાવનારાઓને પકડવા દાનહ અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે હાથ ધરેલું અભિયાન

vartmanpravah

Leave a Comment