Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

    • દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર અને ક્ષેત્રિય પ્રચાર અધિકારી મોહિત મિશ્રાએ પત્રકાર પરિષદમાં આપેલી જાણકારી

      શનિવારે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ પણ અભિયાનમાં જોડાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15: ‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત અગામી તા.17મી સપ્‍ટેમ્‍બરના શનિવારે દમણના દેવકા અને જમ્‍પોર બીચ ખાતે દરિયા કાંઠાની સ્‍વચ્‍છતા માટે માનવ મહેરામણ ઉમટી પડશે. દમણના 15 કિલોમીટરના વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે દરેક લોકોની અલગ અલગ ટીમ બનાવી સફાઈ કરવામાં આવનાર હોવાની જાણકારી આજે કલેક્‍ટરાલય મોટી દમણ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ડેપ્‍યુટી કલેક્‍ટર અને પ્રચાર અધિકારી શ્રી મોહિત મિશ્રાએ આપી હતી.
શનિવારે ‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત યોજાનારી દરિયા કિનારાની સફાઈ ઝૂંબેશમાં ભારત સરકારના સંચાર રાજ્‍યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ પણ ભાગ લેવાના હોવાની જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર અનેક્ષેત્રિય પ્રચાર અધિકારી શ્રી મોહિત મિશ્રાએ આ જન અભિયાનમાં સહભાગી બની તેને સફળ બનાવવા પ્રદેશના લોકોને અપીલ કરી હતી.

Related posts

સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

ખતલવાડા ગામની સ્‍મશાન ભૂમિનું જર્જરીત મકાન તૂટી પડયું

vartmanpravah

વાપીમાં પોલીસે અનોખી રક્ષાબંધન ઉજવી મહિલા પોલીસે વાહન ચાલકોને રાખડી બાંધી

vartmanpravah

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah

Leave a Comment