Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પેટા ચૂંટણી દરમ્‍યાન લોન્‍ચ કરાયેલ ‘ડીડી મોબાઈલ એપ્‍લિકેશન’ માટે દાનહ પોલીસ વિભાગને મેડલથી સન્‍માનિત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15: દાદરા નગર હવેલી અને દમણ દીવ પોલીસ વિભાગ દ્વારા 2021 સંપન્ન થયેલ પેટા ચૂંટણી દરમ્‍યાન એક મોબાઈલ એપ લોન્‍ચ કરવામાં આવી હતી. ડી.ઈ.ઈ.ડી, દાનહ ઈ-ચૂંટણી સંદર્ભે ઈ-પ્રવર્તન ડેટા મોબાઇલ એપ્‍લિકેશન લોન્‍ચ કરી હતી જેનો ઉદ્દેશ્‍ય દાનહ પોલીસ દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યવાહી અંગે સુચિત કરવાનો હતો. ડીડ મોબાઈલ એપ્‍લિકેશનમાં ચૂંટણીના ડેટાને પોલીસ સ્‍ટેશન સાથે જિલ્લા અનુસાર રોકડ રકમ, શરાબની જપ્તી, હથિયાર લાયસન્‍સ જમા કરવા અને ચૂંટણીસંદર્ભે ગુનાઓની શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી હતી. આ મોબાઈલ એપ્‍લિકેશનમાં ડેટાના આંકડા ચૂંટણી અવધિ દરમ્‍યાન દૈનિક આધાર પર અપડેટ કરવામાં આવતા હતા. ડીડ એપ્‍લિકેશન વિભાગ દ્વારા કાનૂન એજન્‍સીઓની મદદ કરતી હતી. આ પેટા ચૂંટણી દરમ્‍યાન ઘણી સફળ રહી છે વર્ષ 2003માં સ્‍થાપિત સ્‍કોચ એવોર્ડની સફળતાને ધ્‍યાનમાં રાખતા સ્‍કોચ એવોર્ડ એવા લોકો પરિયોજનાઓ અને સંસ્‍થાનોને સલામ કરે છે જે ભારતના એક સુંદર રાષ્ટ્ર બનાવવામાં સહભાગી બન્‍યા છે.
દાનહ પોલીસ દ્વારા ડીડ મોબાઈલ એપ્‍લિકેશનને અપનાવવા માટે સ્‍કોચ ગૃપ ડીઆઈજી શ્રી મિલિન્‍દ મહાદેવ દુમ્‍બરેના દિશા-નિર્દેશ અને એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાના નેતૃત્‍વમાં સિલ્‍વર એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પુરસ્‍કાર સંઘ પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા પોલીસ વિભાગને આપવામાં આવ્‍યો હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોલીસ વિભાગ દ્વારા પોલીસના પ્રયાસોની સરાહના કરતા જણાવ્‍યું કે રાષ્ટ્રીય સ્‍તર પર આવા પુરસ્‍કાર પ્રાપ્ત કરવા એ ગર્વની બાબત છે.

Related posts

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah

રાજસ્‍થાનમાં કરણી સેના રાષ્‍ટ્રિય પ્રમુખની ગોળી મારી કરાયેલ હત્‍યાના પડઘા વલસાડમાં પડયા

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી

vartmanpravah

વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવ

vartmanpravah

Leave a Comment