October 17, 2026
Vartman Pravah
Otherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની પ્રમુખ વિહાર સોસાયટીમાં આવેલ દુકાનમાં ચોરી અને અન્‍ફ બે ફલેટમાં ચોરીનો થયેલો પ્રયાસ

જસ એક્‍ઝોટિકા સોસાયટીમાંથી બે બાઈકની ઉઠાંતરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15: દાનહના સેલવાસ-નરોલી રોડ ઉપર આવેલ બે સોસાયટીઓના બે ફલેટમાં ચોરીના પ્રયાસ અને એક દુકાનમાંથી રોકડ રકમની ચોરીની થવાની ઘટના બનવા પામી હતી. જ્‍યારે બાજુની સોસાયટીમાંથી બે જૂની બાઈકોની પણ ઉઠાંતરી કરી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર પ્રમુખ વિહાર ફેઝ-4માં કે બીબ્‍ડિંગમાં મોડી રાત્રે બે ફલેટમાં ચોરીનો પ્રયાસ થયો હતો જે ફલેટમાં ચોરીનો પ્રયાસ થયેલ એના આજુબાજુના ફલેટના દરવાજાને બહારથી બંધ કરી દેવામાં આવ્‍યા હતા. આ જ સોસાયટીમાં આવેલ કનૈયા સુપર સ્‍ટોરનું શટર તોડી એમાંથી રોકડ અંદાજીત 20 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. આજ રસ્‍તા પર જસ એક્‍ઝોટિકા સોસાયટીમાં નીચે પાર્ક કરવામાં આવેલ બે જૂની બાઈકો પણ ચોરટાઓ ચોરી ગયા હોવાની માહિતી મળી છે. આ ઘટનાની જાણ થતાં સેલવાસ પોલીસની ટીમ પહોંચી હતી અને આજુબાજુના વિસ્‍તારમાં પણ તપાસ હાથ ધરી હતી અને સોસાયટીના સીસીટીવી ફૂટેજોના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં એ પણ જોવા મળ્‍યું હતું કે નાઈટ ડયુટી દરમ્‍યાન સોસાયટીના વોચમેન સૂઈ રહેતા હોવાનું પણ ધ્‍યાનમાં આવ્‍યું હતું. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

કેન્‍દ્રિય મંત્રી નીતિન ગડકરીએ વલસાડની સૌપ્રથમ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સાયલીના માસુમ બાળકની નિર્મમ હત્યા કરનાર આરોપીઓ સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સેલવાસ ન.પા. કાઉન્સિલર સુમનભાઈ પટેલે કલેક્ટર અને ઍસ.પી.ને કરેલી રજૂઆત

vartmanpravah

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah

અ.ભા.વિ.પી.ની ઐતિહાસિક જીવન ગાથા ઉપર આધારિત પુસ્‍તકની સંઘપ્રદેશના કાર્યકર્તાઓએ પ્રશાસકશ્રીને આપેલી ભેટ

vartmanpravah

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

કપરાડા-નાસિક-શિરડી જતી લક્‍ઝરી બસમાં આગ ભભુકતા બસ બળીને ખાખ થઈ ગઈ

vartmanpravah

Leave a Comment