July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: આજે રખોલી ગ્રામ પંચાયત દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને આંતરરાષ્‍ટ્રીય સ્‍વચ્‍છતા દિવસના ઉપલક્ષમાં સરપંચશ્રીમતી ચંદનબેન પટેલના નેતૃત્‍વમાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું. જેમાં રખોલી ખાડીપાડા નદી કિનારા સાઈટ, રખોલી પુલથી મેઈન રોડની બંને બાજુ તથા રખોલી ભિલોસા કંપની સુધી તથા કરાડ વડપાડા ખાતે સફાઈ કરવામાં આવી હતી.
કરાડ વડપાડા ખાતે જાહેર શૌચાલયની આજુબાજુ પણ સફાઈ કરી સ્‍વચ્‍છ દાદરા નગર હવેલીનો જયઘોષ કરાયો હતો.
આ કાર્યક્રમમાં રખોલી ગ્રામ પંચાયતના સભ્‍યો, પંચાયતના સેક્રેટરી શ્રી નરોત્તમભાઈ સહિત ગ્રામજનો પણ જોડાયા હતા.
દાનહના જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ આજે સ્‍વચ્‍છતા કાર્યક્રમ યોજાયો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી ખાતે નિર્માણ પામી રહેલા રાજ નિવાસનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી રોફેલ એમ.બી.એ. કોલેજમાં સમન્‍વય 2021-22 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી નગરપાલિકાની મુલાકાત લેતા પ્રાદેશિક કમિશ્નર

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

આજે દમણના દિલીપનગર ખાતે ‘પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો’નું સમાપનઃ સેલવાસ વાપી સહિત દિલ્‍હી-ચેન્નઈ સુધીના પ્‍લાસ્‍ટિક ઉદ્યોગોએ બતાવેલો રસ: દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહમાં 08 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment