Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડની ચકચારી વૈશાલી બલસારા હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાએ પ્રસવ પીડા બાદ પૂત્રીનો જન્‍મ આપ્‍યો

નવસારી જ્‍યુડિશિયલ જેલમાં બબીતાને પ્રસવ પીડા ઉપડતા સિવિલમાં ખસેડાઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડની ચકચારી વૈશાલીબલસારા હત્‍યા પ્રકરણની મુખ્‍ય આરોપી બબીતાાન રિમાન્‍ડ પુરા થતા નવસારી જ્‍યુડિશિયલ જેલમાં પોલીસે મોકલી આપી હતી. જ્‍યાં ગતરોજ બબીતાને પ્રસવની પીડા ઉપડતા નવસારી સિવિલમાં ખસેડાઈ હતી. સિવિલમાં પૂત્રીને જન્‍મ આપ્‍યો છે.
વલસાડની સિંગર વૈશાલી બલસારા પાસે તેની મિત્ર બબીતાએ 25 લાખ લીધા હતા. જે આપવાના પડે તે માટે બબીતાએ તેના ફેસબુક ફ્રેન્‍ડને રૂા.8 લાખ આપી હત્‍યાનું કાવતરું કર્યું હતું. પાર નદી પાસે અવાવરૂ જગ્‍યામાં બબીતાએ રૂપિયા આપવા વૈશાલીને બોલાવી હતી અને બાદમાં કોન્‍ટ્રાક્‍ટ સોપારી લીધેલ ત્રણ આરોપીઓએ કારમાં વૈશાલીની હત્‍યા કરી ભાગી છૂટયા. વલસાડ પોલીસ એક પછી એક એમ ત્રણેય હત્‍યાના આરોપીઓને પંજાબ, હરિયાણાથી દબોચી લીધા હતા. જેમાં મુખ્‍ય આરોપી બબીતાનો ભાંડો ફૂટી ગયેલો. પોલીસ અટક કરી રિમાન્‍ડ બાદ બબીતાને નવસારી જેલમાં મોકલી આપી હતી. ત્‍યાં પ્રસુતિની પીડા ઉપડતા સિવિલમાં પૂત્રીનો જન્‍મ થયો હતો. ચકચારી વૈશાલી બલસારાની હત્‍યાનો ભેદ પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં ખોલી દીધો હતો. બબીતાએ હત્‍યા કરવા માટે રૂા.8 લાખની સોપારી તેના ફેસબુક ફ્રેન્‍ડને આપી હતી. પ્‍લાન મુજબ કારસો ગોઠવાઈ ગયો હતો. તેમાં વૈશાલીની હત્‍યા કરી દેવાઈ હતી.

Related posts

સંઘપ્રદેશમાં સેવા પખવાડા દરમિયાન યોજાનારા કાર્યક્રમની રૂપરેખા તૈયારઃ ટી.બી. અને કુપોષણમુક્‍ત પ્રત્‍યેક જિલ્લો બનાવવા સંકલ્‍પ

vartmanpravah

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફરી કોરોના માથુ ઉંચકી રહ્યો છે: છીરી, અંભેટીના નવા બે કેસ સાથે 36 એક્‍ટિવ કેસ

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

Leave a Comment