Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

ફ્રી મેડિકલ ચેકઅપ અને ન્‍યુટિશન કીટ અને દવા વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: તારીખ 17મી સપ્‍ટેમ્‍બર વિશ્વકર્મા જયંતીની ઉજવણી લઘુ ઉદ્યોગ ભારતી-વલસાડ દ્વારા કરી છે. આ પ્રસંગે કામદારો અને તેમના પરિવારજનો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો. સાથે ગર્ભવતી મહિલા અને કુપોષણ બાળકો-મહિલાઓ માટે ન્‍યુટ્રીશન કીટ અને દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.
ન્‍યુટ્રીશન કીટ, તુલસી બાયો સાઈન્‍સના શ્રી મિતુલ ઠાકર અને કુનાલ ઠાકર દ્વારા તેમજ દવાઓ વાપી કેર ફાર્મા અને એસ. કાંત હેલ્‍થકેર દ્વારા કરવામાં આવી હતી. સાથે સાત્‍વિક ભોજનની વ્‍યવસ્‍થા પણ રાખેલ હતી. ઉદ્યોગોમાં કામદારો મહત્ત્વના ભાગીદારો છે એમની મહેનતથી જ અમારા ઉદ્યોગો ચાલી રહ્યા છે, એમની સારવાર-સ્‍વાસ્‍થ્‍ય સચવાયેલ રહે એ બાબતની અમેકાળજી રાખી છે અને વિશેષમાં ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સ્‍વસ્‍થ રહે, એમનું પરિવાર સુખી રહે અને એમનું જીવન સારું ચાલે. આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના અધ્‍યક્ષ શ્રી જગદીશભાઈ પરમાર, મહામંત્રી શ્રી પિયુષભાઈ જૈન અને ઉપાધ્‍યક્ષ શ્રી મુરજીભાઈ કટારમલ, વાપી શહેર સંઘચાલકજી શ્રી ધ્રુવભાઈ કાલસરિયા, ભારતીય જનતા પાર્ટીના શ્રી મહેશભાઈ ભટ્ટ, વાપીના ઉદ્યોગકારો અને શ્રી મહેશભાઈ પંડયા, શ્રી પંકજભાઈ શુકલ, ડો.હિરપરા, શ્રી ચંદુભાઈ પંડયા, વિગેરે તેમજ હિન્‍દુ પરિષદના શ્રી નરેન્‍દ્ર પાયક, શ્રી હાર્દિકભાઈ જોશી, આરોગ્‍ય ભારતીના શ્રી નીરજ તિવારીજી, શ્રી ચોબેજી આદિ પ્રતિષ્‍ઠિત વ્‍યક્‍તિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શેલ્‍બી હોસ્‍પિટલ અને સરકારી હોસ્‍પિટલના ડોક્‍ટરોએ સેવા આપી હતી એની વ્‍યવસ્‍થા શ્રી બિમલભાઈ ચૌહાણ દ્વારા કરાય હતી. રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા ફ્રી ઓફ કોસ્‍ટ રાજસ્‍થાન ભવન ઉપલબ્‍ધ કરાવ્‍યું, તેમજ સર્વો કાર્યકર્તાઓ અને અન્‍ય સંસ્‍થાઓ જેમણે સહકાર આપ્‍યો છે તેવો સર્વેનો લઘુ ઉદ્યોગ ભારતી – વલસાડ આભાર માને છે.

Related posts

ઉમરગામના દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

તિથલ દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ચઢાવવાની હરકત

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

vartmanpravah

વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં વિશ્વ માનસિક આરોગ્‍ય માસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાયક્રમ યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડી

vartmanpravah

Leave a Comment