October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુભાઈ ચૌહાણે પ્રદેશના વિવિધ વિકાસના કામોની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સરકારના સફળ 8 વર્ષ સંપન્ન થવાના અવસર પર ભાજપા દ્વારા દેશભરમાં સેવા સુશાસન અને ગરીબ કલ્‍યાણ પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે ભારતસરકારના કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે પધાર્યા છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણે મંત્રીશ્રીનું દમણગંગા સર્કીટ હાઉસ ખાતે પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કર્યું હતું. ત્‍યારબાદ પદાધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રદેશના વિવિધ વિકાસના કામોની મુલાકાત લીધી હતી, સાથે ગામડાઓમાં જઈ ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી અને સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્‍યાણ પર્વ સંદર્ભે લોકોને જાણકારી આપી હતી. આ અવસરે મંત્રી શ્રી દેવુસિંહ સાથે કલેક્‍ટર શ્રી રાકેશ મિન્‍હાસ, આરડીસી સુશ્રી ચાર્મી પારેખ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના બોન્‍તા ગામે શનિધામ ખાતે શનિ અમાવસ્‍યાની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

vartmanpravah

યુનિવર્સિટી આયોજિત જુડો ટુર્નામેન્‍ટમાં કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજના ખેલાડીઓનું નોંધપાત્ર પ્રદર્શન

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 30 વર્ષમાં કયા આદિવાસી પરિવારે અબજો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ?

vartmanpravah

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

vartmanpravah

Leave a Comment