Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની 16મી રાષ્‍ટ્રીય સભા તમિલનાડુમાં યોજાઈ

દાદરા નગર હવેલીની કલા સંસ્‍કૃતિ અને સ્‍કાઉટ ગાઈડની ક્રિયાકલાપોને રજૂ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપ રાષ્‍ટ્રીય મુખ્‍યાલય નવી દિલ્‍હીના ત્રણ દિવસીય 16મી રાષ્‍ટ્રીય સભા તમિલનાડુમાં દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપ સક્રિય સભ્‍ય શ્રી હર્શિદ રાવલ અને શ્રી શ્‍યામ મહતોએ ભાગ લીધો હતો. જેમાં દિલ્‍હી, રાજસ્‍થાન, કેરલ, તમિલનાડુ, મહારાષ્‍ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પંજાબ, આસામ, મેઘાલય અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના કુલ 17 રાજ્‍યોના કુલ 193 સભ્‍યોએ મુખ્‍ય રૂપથી ભાગ લીધો હતો. જેમાં વર્ષ 2022-’23 માટે યુવા સમ્‍માન 12 સભ્‍યોના નામની જાહેરાત કરવાની હતી, સાથે જ વર્ષ 2023-’24માં રાષ્‍ટ્રીય સભા છત્તીસગઢ રાજ્‍યના વરિષ્‍ઠ સાંસદ શ્રી સત્‍યનારાયણ શર્માએ તેમના પ્રદેશમાં યોજવાની જાહેરાત કરી હતી અને સાહસિક શિબિરનું આયોજન કેરલમાં થવાના પ્રસ્‍તાવને પણ રાષ્‍ટ્રીય કાર્યકારિણી સભ્‍યો દ્વારા સહજ સ્‍વીકૃતિ આપવામાં આવી હતી.
આ અવસરે દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપ દ્વારા શ્રી શ્‍યામ મહતોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમ ગરબા નૃત્‍યનો તમામે સંયુક્‍ત રીતે હિસ્‍સો બનીને આનંદ માણ્‍યો હતો. સાથે જ એટીએસ સભ્‍યોની પણ સભા બોલાવવામાં આવીહતી. જેંમા અખિલ ભારતના રાષ્‍ટ્રપતિ સ્‍કાઉટ, ગાઈડ રોવ,ર રેંજર વગેરે જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ અને દીવ કાર્યકારી સભ્‍ય સુધાંશુ શેખરને રાષ્‍ટ્રીય કાર્યકારી અધ્‍યક્ષ શ્રી એમ.એમ.કે. મેક્કી દ્વારા આજીવન સભ્‍યતા પિન ભેટ આપી સન્‍માનિત કર્યા હતા. ફેલોશિપ બજારમાં શ્રી હર્ષિત રાવલ અને શ્રી શ્‍યામ મહતોએ દાદરા નગર હવેલીની પ્રસ્‍તુતિ રજૂ કરી હતી, જેમાં દાદરા નગર હવેલીની કલા સંસ્‍કૃતિ અને સ્‍કાઉટ ગાઈડ ક્રિયાકલાપોને દર્શાવાયા હતા.
ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના દાદરા નગર હવેલીમાં થયેલા ઐતિહાસિક અમે સ્‍વર્ણિમ ક્ષણોને યાદગાર બનાવવા માટે તમામ અતિથિઓમાં શ્રી સત્‍યનારાયણ શર્મા, જમ્‍મુ અને કાશ્‍મીર હાઈકોર્ટના પૂર્વ મુખ્‍ય ન્‍યાયાધીશ શ્રીમતી ગીતા મિત્તલ, એન.આર.આઈ. ગિલ્‍ડ, કાર્યકારી અધ્‍યક્ષ શ્રી ગુનશીલન ટી.ને મેડલ ભેટ આપીને આ કાર્યક્રમને યાદગાર બનાવ્‍યો હતો. અંતમા તમામ રાજ્‍યોને પ્રશંસા માટે સ્‍મૃતિચિન્‍હો આપ્‍યા હતા.

Related posts

દાનહઃ ભીલોસા કંપનીમાં કામ કરતા કર્મચારીનું ગટરમાં પડી જતાં સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ અતુલ બંગલામાં પી.એસ.આઈ. ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 શરાબ-કબાબની મહેફીલ માણતા ઝડપાયા

vartmanpravah

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment