Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મશીન લર્નિંગ અને ડેટા માઈનિંગના ક્ષેત્રમાં સંશોધનના આધારે દમણની સરકારી પોલીટેકનિક કોલેજ દ્વારા ડો. અરૂણાને IUCAA એસોસિએટશીપ શોધ પુરસ્‍કારથી પુરસ્‍કૃત કરાયા

સરકારી પોલીટેકનિક કોલેજ દમણ માટે ગૌરવ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.19: સરકારે એન્‍જિનિયરીંગ કોલેજ, દમણના કોમ્‍પ્‍યુટર એન્‍જિનિરીંગ વિભાગના અધ્‍યક્ષ દમણ-દીવ આઈ.ટી.ના સહાય નિર્દેશક(વધારાનો હવાલો) ડો. અરૂણાને 1લી ઓગસ્‍ટ 2022થી ત્રણ વર્ષ માટે આઈયુસીએએઅ (IUCAA) એસોસિએટશીપનો શોધ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો છે. તેમને સૌપ્રથમ વખત ઓગસ્‍ટ 2019થી જુલાઈ 2022 સુધી આ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો છે અને તેને આવતા ત્રણ વર્ષ માટે વધારવામાં આવ્‍યો છે. આ સહયોગી કાર્યક્રમ ડો. ગોવાડાને ખગોળ વિજ્ઞાન અને ખગોળ ભૌતિકશાષાના ક્ષેત્રમાં મશીન લર્નિગ એલ્‍ગોરિધમને લાગુ કરવાના અનુસંધાનમાં પ્રગતિ કરવા માટે સક્ષમ બનશે.
યુનિવર્સિટીઓ, સંબંધિત કોલેજોમાં ખગોળ વિજ્ઞાન અને ખગોળ ભૌતિકશાષાને પ્રોત્‍સાહન આપવા અને ન્‍યૂક્‍લિએટ કરવા માટે ખગોળ વિજ્ઞાન અને ખગોળ ભૌતિકશાષા માટે આંતર યુનિવર્સિટી કેન્‍દ્ર (આઈયુસીએએ/(IUCAA)યુજીસી (UGC) દ્વારા પુણે ખાતે સ્‍થાપના કરવામાં આવી છે. IUCAA રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય મહત્‍વની કેટલીય મોટી પરિયોજનાઓમાં પણ સામેલ છે. જેમ કે, એસ્‍ટ્રોસેટ, આદિત્‍ય-એલ1, મિશન, એલઆઈસીજીઓ-ઈન્‍ડિયા, થર્ટી મીટર ટેલીસ્‍કોપ વગેરે.
આ સંદભમાં એક મુખ્‍ય ગતિવિધિ એસોસિએટશિપ પ્રોગ્રામ છે. આ કાર્યક્રમ મુજબ ફેકલ્‍ટી સભ્‍યો યુનિવર્સિટીઓ અને કોલેજોના જેમને IUCAAના વિઝિટિંગ સહયોગી બનાવાયા છે. આ પુરસ્‍કાર ડો. અરૂણાને મશીન લર્નિંગ અને ડેટા માઈનિંગના ક્ષેત્રમાં તેમના સંશોધનના આધારે આપવામાં આવે છે. ડો. અરૂણા બિટ્‍સ પિલાનીથી પી.એચડી. થયા છે.
આ પુરસ્‍કાર સરકારી પોલીટેકનિક માટે એક મોટી ઉપલબ્‍ધિ છે અને સંસ્‍થાના વિદ્યાર્થીઓના સમૂહની સારી રીતે સેવા કરવા માટે સક્ષમ બનાવે છે.

Related posts

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

આજે શિક્ષક દિનઃ રાજ્‍ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે વલસાડ જિલ્લામાંથી એક માત્ર ખડકી પ્રા.શાળાના શિક્ષિકા ઈલાબેન પટેલની પસંદગી

vartmanpravah

બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

Leave a Comment