September 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ ટાઉનમાં રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ થનારી અધતન સુવિધા યુક્‍ત લાઈબ્રેરીથી પાલિકા વાલીઓમાં આનંદની લહેર

પાલિકાના ચીફ ઓફિસર જીગ્નેશ બારોટની દુરંદેશી વિચારધારા અને મરાઠી સમાજના આગેવાનોની હકારાત્‍મક અને સેવાભાવી વલણના પરિણામે પાલિકા વાસીઓને આશીર્વાદરૂપી મળનારું લોકમાન્‍ય તિલક વાંચનાલય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.20: ઉમરગામ પાલિકામાં વિઘ્‍ન સંતોષીઓએ ઉભા કરેલા ડખાની પરવા કર્યા વગર ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટ અને એમની ટીમ આગેવાનોના સહયોગથી પ્રજાના હિતના કાર્યો કરવામાં સફળતા હાંસલ કરી રહી છે જેના પરિણામે પાલિકાવાસીઓમાં આનંદની લાગણી જોવામળી રહી છે. ઉમરગામ ટાઉન મુખ્‍ય બસ સ્‍ટેન્‍ડ નજીક અંદાજિત સો વર્ષ જૂનું જર્જરિત પડેલું લોકમાન્‍ય તિલક લાઈબ્રેરીનું મકાન ને રૂા.2 કરોડના ખર્ચે અધતન સુવિધા યુક્‍ત બનાવી પાલિકા વાસીઓની સગવડતામાં વધારો કરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. વિદ્યાર્થી તેમજ પ્રભુધ નાગરિકોને અભ્‍યાસ તેમજ નોલેજ મેળવવામાં આશીર્વાદરૂપ સાબિત થનારૂ એરકન્‍ડિશન મકાનના નિર્માણનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ મકાનમાં ગ્રાઉન્‍ડ ફલોર ઉપર સિનિયર સિટિઝન માટે રીડિંગ રૂમ, પ્રથમ ફલોર ઉપર વિદ્યાર્થીઓ માટે વિશાળ રીડિંગ રૂમ અને બીજા ફલોર ઉપર સેમિનાર હોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત શૌચાલયની સુવિધા અને પાર્કિંગ શેડ તદુપરાંત કમ્‍પાઉન્‍ડની અંદર લોકમાન્‍ય તિલકનું સ્‍ટેચ્‍યુ મૂકવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટે આ પહેલા પાલિકા હદ વિસ્‍તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનું કાયમી નિકાલ કરવામાં સફળ થયા છે અને હવે રૂપિયા બે કરોડના ખર્ચે લાઈબ્રેરીનું મકાન નિર્માણ થવાનું છે. જેની નોંધ પાલિકા વાસીઓમાં હકારાત્‍મક તરીકે લેવામાં આવી રહી છે.

Related posts

ચીખલી તાલુકાના તેજલાવ પ્રાથમિક શાળામાં યોજાયું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

vartmanpravah

સંઘપ્રદેશમાં મોટાપાયે પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને માણવામાં આવ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દમણના કોળી પટેલ સમાજના હોલમાં તા.22મી ડિસે.એ યોજાનારો રોજગાર મેળો

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

vartmanpravah

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગણદેવી નગરપાલિકા ખાતે રૂા.42.43 લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું આજે લોકાર્પણ

vartmanpravah

કેરી ચોર બાબતે ચીખલીના મીણકચ્‍છમાં બે પરિવાર વચ્‍ચે થયેલ ઝઘડામાં વૃધ્‍ધનું મોતઃ બે મહિલા સહિત 3 સામે હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

Leave a Comment