-
ચૌદમી શતાબ્દીમાં ભારત પર થયેલા પોર્ટુગીઝોના આક્રમણનું સ્વરૂપ નાનું લાગતું હોય તો પણ તેની પાછળ રહેલી પ્રેરણા વિશ્વવિજયની જ હતી
-
પોર્ટુગીઝોનું ગોવા પરનું આક્રમણ ત્યાંથી દીવ, દમણ અને દાદરા નગર હવેલી સુધી પગ પેસારો કરીને 185 વર્ષ સુધી રાજ્ય કરવાના અને ભારતીય પ્રજા તેને ખદેડી ન મૂકે ત્યાં સુધી ટકી રહેવાના સ્વરૂપનું હતું
(…ગતાંકથીચાલુ)
કોઈપણ ઇતિહાસનો વિચાર કરતી વખતે તેમાં તવારિખનું મહત્ત્વ વધુ હોય છે. આક્રમણોના ઇતિહાસમાં તવારિખની સાથે જ આક્રમકો દ્વારા વપરાયેલાં શષાો, તેમનું સૈન્યબળ વગેરે વિગતોનો પણ વિચાર કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર આવા ઘટનાક્રમની પાછળ પડવામાં ઇતિહાસનું હાર્દ ભુલાઈ જાય છે. આક્રમણના ઇતિહાસની યોગ્ય મૂલવણી માટે પ્રત્યેક આક્રમણ પાછળની પ્રેરણા સમજવી આવશ્યક બની રહે છે, કારણ કે આક્રમણ કરનારા કે તેનો પ્રતિકાર કરનારા સૈન્યની સાચી શક્તિ એ પ્રેરણામાં જ છુપાયેલી હોય છે.
ચૌદમી શતાબ્દીમાં ભારત પર થયેલા પોર્ટુગીઝોના આક્રમણનું સ્વરૂપ નાનું લાગતું હોય તો પણ તેની પાછળ રહેલી પ્રેરણા વિશ્વવિજયની જ હતી. પોર્ટુગીઝોનું ગોવા પરનું આક્રમણ ત્યાંથી દીવ, દમણ અને દાદરા નગર હવેલી સુધી પગ પેસારો કરીને 185 વર્ષ સુધી રાજ્ય કરવાના અને ભારતીય પ્રજા તેને ખદેડી ન મૂકે ત્યાં સુધી ટકી રહેવાના સ્વરૂપનું હતું. આ બધાનો વિચાર કરતી વખતે તેમના આક્રમણ પાછળની માનસિકતાનો વિચાર ન થાય તો તેમનું આક્રમણ થયું એટલે ખરેખર શું થયું અને તેમનો પરાજય થયો એટલે શું થયું તે સમજી શકાશે નહીં.
ભારત જ્યારે સમૃદ્ધ રાષ્ટ્ર હતું, ત્યાંનું રાષ્ટ્રજીવન પુરૂષાર્થથી સભર હતું ત્યારે સમગ્ર વિશ્વ સાથે તેનો સંબંધપ્રસ્થાપિત થયેલો હતો. ભારતની આ સમૃદ્ધિ આક્રમકોના આકર્ષણનું કારણ બની હતી. ભારતની આ સમૃદ્ધિથી આકર્ષાઈને જ એલેક્ઝાંડરે(સિંકદરે) ભારત પર આક્રમણ કર્યું હતું. કોલંબસને અમેરિકા જડયું પણ એ કાંઈ અમેરિકા શોધવા નીકળ્યો ન હતો. આજના અમેરિકાને કિનારે તેને જે માનવવસતી મળી તેને જ તે ‘રેડ ઇંડિયન’ સમજ્યો અને તેણે માની લીધું કે પોતે ભારત દેશ શોધ્યો. ‘પંદરમી સદીમાં ભારતની શોધ થઈ’ એ વાક્યનો અર્થ જ એ થાય છે કે યુરોપમાંથી સમુદ્રમાર્ગે નીકળેલા યુવાનો ભારત શોધવા જ નીકળ્યા હતા. યુરોપમાં પ્રવર્તેલી ‘ભારત શોધ’ પાછળની પ્રેરણા પણ યુરોપના ઇતિહાસ જેટલી જ જૂની છે. કલા, ભાષાશાષા, સંસ્કૃતિ વગેરે પ્રત્યેક ક્ષેત્રે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી અને નર્મદાને કાંઠે જન્મ લેતી ઘટનાઓ હજારો વર્ષોથી વૈશ્વિક આકર્ષણનું કેન્દ્રબિંદુ બની રહી છે અને એટલે જ વૈશ્વિક આક્રમણનું ‘લક્ષ્ય’ પણ ભારત જ બન્યું છે. એટલે જ આજે ભલે આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં ભારતની ભૂમિકા ગૌરવપ્રદ ન લાગતી હોય તો પણ આવનારી પેઢી પોતાના અસ્તિત્વનો, પોતાના ઇતિહાસનો સાચો પરિચય મેળવીને એ પ્રતિકારનું નેતૃત્વ લઈ શકશે એમાં શંકાને સ્થાન નથી.
(ક્રમશઃ)