September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

યુ.કે.માં દમણ-દીવ સહિત ભારતીય મૂળના લોકો ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા હૂમલા વિરોધમાં ગુરૂવારે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી વિશાળ રેલીનું આયોજન

પાકિસ્‍તાની સમર્થિત હૂમલામાં દમણ-દીવના મૂળ નિવાસીઓ પણ ઘણાં ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: યુ.કે.માં ભારતીય મૂળના વસેલા લોકો જેમાં દમણ-દીવના લોકોનો પણ સમાવેશ થાય છે, તેના ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ગુરૂવાર તા.22મી સપ્‍ટેમ્‍બરના રોજ મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી મૌન રેલીનું આયોજન કરવામાંઆવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે યુ.કે.ના ખાસ કરીને લેસ્‍ટરમાં ઘરના આંગણામાં સાથિયો, ભગવાનના ફોટા કે હિન્‍દુ સનાતન ધર્મના જયઘોષ સાથેના દેખાતા પ્રતિકોવાળા ઘર અને વાહનોને પાકિસ્‍તાનીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ શરૂ થયેલા ધિંગાણામાં દમણ-દીવ સહિતના ઘણાં હિન્‍દુઓ ઈજાગ્રસ્‍ત પણ બન્‍યા હોવાની માહિતી સાંપડી છે. તેથી આ ઘટનાને વખોડવા અને તાત્‍કાલિક ધોરણે બંધ કરવાના એલાન સાથે ગુરૂવારે સવારે 11 વાગ્‍યે ફૂટબોલ ગ્રાઉન્‍ડથી મોટી દમણ કલેક્‍ટરાલય સુધી મૌન રેલી યોજી રાષ્‍ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુજી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ તથા વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્‍ટરને સુપ્રત કરવામાં આવશે. આ રેલીમાં મોટી સંખ્‍યામાં જોડાવા સર્વ સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે.

Related posts

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

vartmanpravah

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના વિદ્યાર્થીઓ રમતમાં ઝળકયા

vartmanpravah

દાનહ બહુજન સમાજ પાર્ટીના લોકસભા ચૂંટણી-2024ના ઉમેદવાર સંદીપ બોરસા તેમના સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

vartmanpravah

સોલધરા ગામે માતાએ પૈસા ન આપતા પુત્રએ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

vartmanpravah

સામાજિક વ્‍યવહાર પરિવર્તન દ્વારા આરોગ્‍યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડ જિલ્લા તાલીમ કેન્‍દ્ર ખાતે સી.એચ.ઓ.ને તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment