October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિ.પં.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍ય માટે યોજાયેલી ચૂંટણીમાં ઘેજના તેજસ પટેલનો ભવ્‍ય વિજય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ચીખલી તાલુકા આરોગ્‍ય કચેરીના કેમ્‍પસમાં વલસાડ જિલ્લા પંચાયતના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટીના સભ્‍ય પદ માટે મતદાન યોજાતા ત્રણેયતાલુકાના 320 પૈકી 262 જેટલા કર્મચારીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ મતગણતરી હાથ ધરાતા ત્રણ ઉમેદવારો પૈકી વાંસદા વિસ્‍તારના વાસુભાઈ ગામીતને 56 ચીખલીના નાનુભાઈ ને સાત અને ઘેજના તેજસ સતિષભાઈ પટેલ 199 જેટલા મતો મળતા 143 મતે ભવ્‍ય વિજય થયો હતો. જોકે તેજસ પટેલને ચીખલીના ઉમેદવાર નાનુભાઈએ ટેકો જાહેર કર્યો હતો. જેથી તેમની સીધી ટક્કર વાંસદાના ઉમેદવાર સાથે હતી.
વ્‍યવસ્‍થાપક કમિટીના સભ્‍ય પદે વિજેતા થયેલ તેજસભાઈ ઘેજના આરોગ્‍ય કર્મચારી હોવા સાથે તેઓ નવસારી જિલ્લા આરોગ્‍ય કર્મચારી મંડળના મહામંત્રી તરીકે પણ કાર્યરત છે. તેમને જિલ્લાના પ્રમુખ યોગેશભાઈ વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારી મંડળના પ્રમુખ કેતનભાઈ ઘેજના તાલુકા પંચાયતના સભ્‍ય ધર્મેશભાઈ પૂર્વ સરપંચ વિનોદભાઈ ઉપરાંત વલસાડના કર્મચારી આગેવાનો વીરેન દેસાઈ, હિતાક્ષુ પટેલ ઘેજ, પિંકેશ પટેલ, ઉમાકાંત પટેલ સહિતનાઓએ અભિનંદન પાઠવ્‍યા હતા. તેજસ પટેલના વિજયથી તેમના સાથી કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ હતી.

Related posts

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની ખોખો ટીમ યુનિ. ઈન્‍ટર ઝોનલમાં પસંદગી થઈ

vartmanpravah

સુરંગી ગુજરાતી મીડિયમ હાઈસ્‍કૂલનું ધોરણ 10નું 99 ટકા પરિણામ

vartmanpravah

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ મરવડમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

જેસીઆઈ વાપી દ્વારા વિલફુલ વેન્‍ડ્‍સેડે સફળતા પૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment