(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20: દમણના કચીગામ ખાતેથી એક્સાઈઝ વિભાગે 740 બોટલ ગેરકાયદે દારૂ જપ્ત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે એક્સાઈઝ વિભાગે આજે બપોરે લગભગ 2 વાગ્યે પાડેલા દરોડામાં કચીગામના રહેવાસી હરિશ માહ્યાવંશીના નિવાસ સ્થાનેથી ગેરકાયદે રીતેસંગ્રહેલી કુલ 740 બોટલ દારૂ જપ્ત કર્યો છે. એક્સાઈઝ વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક્સાઈઝ ડયુટી એક્ટ 1964 અંતર્ગત કેસ દર્જ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.