Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર ચોરેલી મોટર સાયકલ સાથે વાહન ચોર આરોપી ઝડપાયો

દમણ રહેતો નરેશ પુરબીયાની બાઈક પોલીસે તપાસી તો ડાયરેક્‍ટ હતી અને પેપર નહોતા તેથી પોલીસે એક લાખનો મુદ્દામાલ જપ્ત કરી અટક કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર ટાઉન પોલીસ આજે વાહન ચેકીંગ કરી રહી હતી ત્‍યારે બલીઠા તરફથી આવી રહેલ બાઈક ચાલક યુવાનને ઉભો રાખી ચેકીંગ કર્યું હતું. બાઈકની ચાવી નહી હોવાથી પોલીસે પેપર માંગ્‍યા હતા. જે રજૂ નહી કરતા પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે પોકેટ કોપ એપ્‍લીકેશનથી એકવાહન ચોરીનો ભેદ ઉકેલ્‍યો હતો. કબ્રસ્‍તાન રોડ ઉપર પો.કો. વિજય માધવરાવ, ગનુભાઈ, ભારતસિંહએ વાહન ચેકીંગ કામગીરી હાથ ધરી હતી ત્‍યારે બલીઠા તરફથી આવી રહેલ વી.એસ. રાઈડર બ્‍લેકદ મો.સા. નં.જીજે 15 ડી.આર. 5992ને અટકાવી ચેકીંગ કરેલ ત્‍યારે બાઈક ડાયરેક્‍ટ હતી. ચાવી નહોતી તેથી પોલીસે જરૂરી કાગળો માંગ્‍યા હતા. જે બાઈક ચાલક રજૂ નહિ કરી શકેલ તેથી દમણ હાટીયાવાડ રમણભાઈની ચાલ રૂમ નં.100 માં રહેતા નરેશ વિનોદભાઈ પુરબીયાની અટક કરી હતી. પોકેટ કોપ એપ્‍લીકેશન પોલીસ તપાસના વાહન માલિક અમન અરૂણભાઈ ગુપ્તા રહે.વલસાડનું નામ જણાઈ આવ્‍યું હતું. તેથી પોલીસે આરોપીની અટક કરી મોબાઈલ, બાઈક મળી 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related posts

સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગમાં કાર્યરત જે.ઈ.(ઈલેક્‍ટ્રીકલ) નરેન્‍દ્રસિંહ એન. દેસાઈએ સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ માટે પ્રશાસનને કરેલી અરજ

vartmanpravah

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

vartmanpravah

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

vartmanpravah

મોટાપોંઢામાં દંપતિનું બાઈક કેનાલમાં ખાબકતા પતિ-પત્‍ની તણાયા : પતિનું મોત-પત્‍નીને બચાવાઈ

vartmanpravah

દમણ પોલીસે આંતરરાજ્‍ય સાયબર ક્રાઈમનો કરેલો પર્દાફાશઃ 4 આરોપીની ધરપકડ

vartmanpravah

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

Leave a Comment