October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ધરમપુર બારોલીયામાં કાર્યરત નિવાસી શાળામાં ચાલતી ગેરરીતીઓ અંગે પોલીસમાં રાવ કરાઈ

ધરમપુર તા.પં. સભ્‍ય કલ્‍પેશ પટેલએ ધરમપુર પો.સ્‍ટે.માં લેખિત ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ધરમપુરમાં બારોલીયામાંકાર્યરત કન્‍યા સાક્ષરતા નિવાસી શાળામાં બાળકો સાતે ચાલી રહેલ અશિસ્‍ત અંગે ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્‍ય કલ્‍પેશભાઈ પટેલએ આજે બુધવારે ધરમપુર પો.સ્‍ટે.માં લેખિત ફરિયાદ કરી જરૂરી યોગ્‍ય પગલા ભરવાની માંગ કરી હતી.
કલ્‍પેશભાઈ પટેલએ કરેલી લેખિત ફરિયાદ અનુસાર હોસ્‍ટલમાં રહેતા બાળકોના નહાતી વખતે રસોયાઓ દ્વારા ફોટા પાડવામાં આવે છે તેમજ ગંદી કોમેન્‍ટ વિદ્યાર્થીઓને અપાઈ રહી છે તેમજ રસોઈ અને મેનુમાં વેઠ ઉતારાઈ રહી હોવાની કરચોંડની વિદ્યાર્થીઓ દ્વારા ઉઠેલી ફરિયાદો બાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્‍યો છે. વિદ્યાર્થીઓ પંખા ચાલુ રાખે તો દંડ વસુલવા જેવી કથિત ગેરરીતીઓ અંગે ધરમપુર પોલીસ સ્‍ટે.માં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તેમજ જો યોગ્‍ય પગલાં નહી ભરાય તો આગામી સમયે તાળાબંધી કરવાની ચિમકી પણ આપવામાં આવી છે.

Related posts

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો નથી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં રચનાત્‍મક વિકાસનો જયઘોષ

vartmanpravah

પારડી ખાતે સ્‍વાધ્‍યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં વીર બાળ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

Leave a Comment