October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસના ખાદ્ય ચિજોના ભાવ વધારો ભાજપ સરકાર દ્વારા કરાયા છે તેના કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31
છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસ, ખાદ્યચિજ વસ્‍તુઓનો બેફામ વધી રહેલા ભાવ વધારાના વિરોધમાં આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલી વાપી-વલસાડ શહેરમાં યોજાઈ હતી.
વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોઘવારીના વિરોધ માટે જીવનજરૂરીયાતની વસ્‍તુઓના ભાવ વધારાના વિરોધ માટે જિલ્લામાં વિરોધ પ્રદર્શનનું આયોજ કરાયું છે. જેમાં જિલ્લા પ્રમુખ ધર્મિષ્‍ઠાબેન પટેલ, તાલુકા મહિલા પ્રમુખ સુનિતાબેન પટેલ, પાલિકા ન.પા. વિરોધપક્ષના નેતા શ્રી ગિરીશભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી અલ્‍કેશભાઈ દેસાઈ સહિત વલસાડ રેલીમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. એપ્રમાણે વાપીમાં પાલિકા વિરોધ પક્ષના નેતા શ્રી ખંડુભાઈ પટેલ સહિત કાર્યકરો હોદ્દેદારો મોંઘવારી વિરોધ રેલીમાં જોડાઈને ભાજપ સરકારની જાટકણી કાઢી હતી.

Related posts

12 જાન્‍યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

vartmanpravah

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને સામરવરણી પંચાયત સભ્‍ય પ્રવિણભાઈ પટેલે દાનહના વાઘછીપા ગામના જર્જરિત રસ્‍તા અંગે કલેક્‍ટર ભાનુ પ્રભાને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્‍ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્‍પ્‍લેન્‍ડર બાઈકનો આપેલો પુરસ્‍કાર

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

આદર્શ નિવાસી શાળા બામટી ખાતે વલસાડ જિલ્લાકક્ષાના આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment